અડધો અડધ દુનિયામાં ભારતીય વેક્સિનની બોલબાલા: આફ્રિકા અને કેરેબિયન દેશોમાંથી આવી ડિમાન્ડ

  • February 20, 2021 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત હવે એવા દેશોમાં રસી ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મહામારીના જંગમાં પાછળ છૂટી રહ્યા હતા: વોલ સ્ટ્રીટ જનરલના પત્રકાર એરિક બેલમને ટ્વીટમાં કહ્યું કે, વેક્સીન ડિપ્લોમસીની રેસમાં ભારતે સૌને ચોંકાવી દીધા: વૈશ્ર્વિક લીડર બનીને ઉભર્યું ભારતની વેક્સીન ડિપ્લોમસીની આખી દુનિયા દિવાની બની ગઈ છે. જે રીતે ભારતે મુશ્કેલ સમયમાં બીજા દેશોનો સાથ આપ્યો છે, તેનાથી સંયુક્ત રાષ્ટ્ર પણ ખુશ છે. નવી દિલ્હી યુએન ચીફ પણ એ ચિંતાને દૂર કરવામાં લાગ્યા છે, જેમાં તમામ દેશોના સમાન રૂપથી વેક્સીન ઉપલબ્ધ કરાવવા પર જોર આપતા કહ્યું હતું કે, તેઓ માત્ર 15 દેશોમાં 70 ટકા વેક્સીન નો જ ઉપયોગ કરી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને હવે ભારત પાડોશી દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવ્યા બાદ કેરેબિયન દેશો તરફ વળ્યો છે.

 


ભારત હવે એવા દેશોમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મહામારીના જંગમાં પાછળ છૂટી રહ્યા હતા. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લેટિન અમેરિકા, કેરેબિયન દેશો અને આફ્રિકા ટાપુ ના કુલ 49 દેશોમાં વેક્સીન સપ્લાય કરવાની યોજના બનાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે, આ વેક્સીન ગરીબ દેશોમાં મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વેક્સીન ડિપ્લોમસી અંતર્ગત ભારતે અત્યાર સુધી દુનિયામાં વેક્સીનના 22.9 મિલિયન રસી આપી છે, જમાંથી 64 લાખથી વધુ ગરીબ દેશોમાં ગિફ્ટ તરીકે વહેંચી છે.

 


ભારત બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોમાં પહેલેથી જ વેક્સીન ઉપલબ્ધ કરાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેણે ડોમિનિયન રિપબ્લિકન કોરોનાના 30 હજાર ટીકા આપ્યા છએ. આ રીતે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભારતે બારબાડોસને 10 હજાર ટીકા આપ્યા હતા. તો સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માટે ભારતે બે લાખથી વધુ વેક્સીન આપવાનો વાયદો કર્યો છે. આ જ કારણ છે કે, સમગ્ર દુનિયા ભારતની વેક્સીન ડિપ્લોસમીની દિવાની બની ગઈ છે.

 


દુનિયાના અનેક દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ભારતનીવેક્સીન ડિપ્લોમસીની ચચર્િ થઈ રહી છે. વોલ સ્ટ્રીટ જનરલના પત્રકાર એરિક બેલમને પોતાની ટ્વીટમાં કહ્યું કે, વેક્સીન ડિપ્લોમસીની રેસમાં ભારતે સૌને ચોંકાવી દીધા છે. તેમજ વૈશ્વિક લીડર બનીને ઉભર્યું છે. તેમણે આગળ લખ્યું કે, ભારત પોતાના નાગરિકો માટે નક્કી કરવામાં આવેલ વેક્સીનની સંખ્યાની સરખામણીમાં ત્રણ ગણા વધુ ટીકા દુનિયાભરના દેશોને આપી રહ્યું છે. એટલુ જ નહિ હજી પણ આપી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું કે, ભારતની વેક્સીન ડિપ્લોમસીએ ચીનને કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાના રિપોર્ટમાં ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે, ભારત બેમિલાસ વેક્સીન નિમર્તિા દેશ છે. જે પોતાના પાડોશી અને ગરીબ દેશોને કરોડો વેક્સીન ઉપલબ્ધ કરાવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS