સિડનીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રીત બુમરાહ અચાનક મેદાન છોડીને ચાલ્યો ગયો હતો અને પછી લગભગ અડધા કલાક પછી તે મેડિકલ ટીમ સાથે સ્ટેડિયમ બહાર બહાર નીકળી ગયો હતો. આવી સ્થિતિમાં, એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે તે કોઈ પ્રકારના સ્કેન માટે મેડિકલ ટીમ સાથે બહાર ગયો છે. બુમરાહ મેડિકલ ટીમ સાથે કારમાંથી નીકળતો જોવા મળ્યો હતો. તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો છે.
અંગ્રેજી કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ પણ અનુમાન લગાવ્યું કે, કદાચ બુમરાહને સ્કેન માટે લઈ જવામાં આવ્યો છે. સિડની ટેસ્ટના બીજા દિવસ સુધીમાં બુમરાહે 10 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી. જો કે હવે બુમરાહ બીજા દિવસે બોલિંગ કરતો જોવા મળશે નહીં. બુમરાહનું આ રીતે બહાર જવું ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.
જો કે, બુમરાહ વિશે સત્તાવાર માહિતી હજુ સુધી આવી નથી કે તેણે અચાનક મેદાન કેમ છોડી દીધું. બોલિંગ કરતી વખતે બુમરાહ જરાય અસહજ દેખાતો નહોતો. તેણે પોતાની ઝડપી બોલિંગ ચાલુ રાખી. લંચ પછી, બુમરાહ મેદાનમાં પાછો આવ્યો અને સત્રની બીજી ઓવર ફેંકીને મેદાનની બહાર ગયો.
સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
નોંધનીય છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં બુમરાહ અત્યારસુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. સિડનીમાં રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી મેચમાં મેદાન છોડતા પહેલા બુમરાહે કુલ 32 વિકેટ પોતાના નામે કરી છે. તેણે શ્રેણીની પ્રથમ 4 મેચમાં 30 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સિડની ટેસ્ટમાં તેણે અત્યાર સુધીમાં 2 વિકેટ ઝડપી છે. સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ 22 વિકેટ સાથે બીજા સ્થાને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ઇન્દિરા કોલોનીમાં સર્વજન દલિત સમાજની જગ્યાનો ઉકેલ કરવા મનપા મેયરને રજૂઆત
January 10, 2025 05:53 PMફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech