વિદેશમાં અભ્યાસ કરવા માટે ભારતીય વિધાર્થીઓમાં કેનેડા ખૂબ જ લોકપ્રિય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ખોટા કારણોસર ચર્ચામાં છે. કેનેડાની કેટલીક વખત તેની કડક ઇમિગ્રેશન નીતિમાં ફેરફારો વિશે અને કયારેક 'પોસ્ટ–ગ્રેયુએશન વર્ક પરમિટ' (પીજીડબ્લ્યુપી) પ્રોગ્રામમાં ફેરફારો વિશે ચર્ચા કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ તાજેતરમાં તેણે વિદેશી વિધાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે 'સ્ટુડન્ટ ડાયરેકટ સ્ટ્રીમ' એટલે કે એસડીએસ સ્કીમ પણ બધં કરી દીધી છે.
જો કે કેનેડાથી આવી રહેલા ખરાબ સમાચાર વચ્ચે ભારતીયો માટે પણ એક સારા સમાચાર આવ્યા છે. કેનેડામાં અભ્યાસ કરવા જતા ભારતીયો સહિત વિદેશી વિધાર્થીઓને હવે દર અઠવાડિયે વધુ કલાકો માટે પાર્ટ ટાઈમ જોબ કરવાની છૂટ આપવામાં આવશે. ઇમિગ્રેશન, રેયુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી) એ કહ્યું છે કે તે વિદેશી વિધાર્થીઓને દર અઠવાડિયે ૨૪ કલાક વર્ક પરમિટ વિના તેમના કોલેજ કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી આપશે. અત્યાર સુધી વિદેશી વિધાર્થીઓ વર્ક પરમિટ વિના કેમ્પસની બહાર ફકત ૨૦ કલાક કામ કરી શકતા હતા.
નિર્ણયની જાહેરાત કરતા આઈઆરસીસી મંત્રી માર્ક મિલરે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવો નિયમ રજૂ કરવામાં આવ્યો છે. જેથી વિધાર્થીઓ કેનેડિયન કાર્ય અનુભવ મેળવતા તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. કામકાજના કલાકોમાં વધારાનો સીધો ફાયદો ભારતીયોને મળશે. તેઓ હવે લાંબા સમય સુધી કામ કરીને તેમની કમાણી વધારી શકે છે. આ ઉપરાંત તેઓ તેમના અભ્યાસમાં કોઈપણ વિક્ષેપ વિના જરી કાર્ય અનુભવ પણ મેળવશે.
આઈઆરસીસી મુજબ, વિધાર્થી અને તેના એમ્પ્લોયર, એટલે કે કંપનીએ એ સુનિશ્ચિત કરવું પડશે કે વિધાર્થી કાયમી ધોરણે નોકરી કરે તે પહેલાં તે વર્ક પરમિટ વિના કામ કરી શકે. જો વિધાર્થીઓ નિયમોનું પાલન કર્યા વિના કેમ્પસની બહાર નોકરી કરે તો તેઓએ કેનેડા છોડવું પડી શકે છે. વિધાર્થીઓ પાર્ટ ટાઈમ જોબ ત્યારે જ શ કરી શકે છે યારે તેમનો અભ્યાસ પણ શ થઈ ગયો હોય. નવા નિયમો હેઠળ વિધાર્થીઓ અભ્યાસ દરમિયાન દર અઠવાડિયે ૨૪ કલાક કામ કરી શકશે. જો તેઓ ઇચ્છે તો તેઓ બે નોકરી કરીને ૨૪ કલાક કામ કરી શકે છે પરંતુ બંને નોકરીના કામના કલાકો એકસાથે ૨૪ કલાકથી વધુ ન હોવા જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ સાબરમતી રિપાર્ટ મૂવી નીહાળી
November 23, 2024 01:54 PMજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech