ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિશાળ શ્રેણીના અવકાશ સંસાધનોનો ઉપયોગ કર્યો હતો જેની બહુવિધ સૂત્રોએ પુષ્ટિ આપી છે. ઓપરેશન સિંદૂર માટે સશસ્ત્ર દળો દ્વારા તમામ સંસાધનોનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવ્યો હતો. ઇસરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે અને અમને ગર્વ છે કે ઇસરો દેશ માટે મહત્વપૂર્ણ મિશનમાં આપણા દળોને મદદ કરી શકે છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત પાસે 9-11 લશ્કરી ઉપગ્રહો છે. ઉપરાંત, ઈસરોએ એક વ્યાપારી વૈશ્વિક ઓપરેટર પાસેથી રીપીટેબલ ડેટા પણ ઉપલબ્ધ કરાવ્યો હતો. જ્યારે આયોજન માટે કાર્ટોસેટ સીરીઝ અને અન્ય ઉપગ્રહોમાંથી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તસવીરો મેક્સાર પાસેથી મેળવવામાં આવી હતી. યુએસ સ્થિત સેટેલાઇટ તસવીરો આપનાર મેક્સાર વિશ્વભરની અનેક સરકારો અને બિન-સરકારી સંસ્થાઓને તસવીરો સપ્લાય કરે છે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે પાકિસ્તાને વર્તમાન સંઘર્ષ દરમિયાન તેની કોઈપણ કામગીરી માટે તેની સેવાઓનો ઉપયોગ કર્યો હતો કે કેમ. નોંધનીય છે કે પાકિસ્તાન પાસે ચીનની વ્યાપક લશ્કરી અવકાશ સંપત્તિ સુધી પણ પહોંચ છે.
ભારતીય સશસ્ત્ર દળો પાસે યુરોપના સેન્ટીનેલ અને અમેરિકાના અન્ય એક કોમર્શિયલ ઓપરેટર પાસેથી અન્ય સેટેલાઇટ ડેટાના પણ ઍક્સેસ છે.
ભારતીય ઉપગ્રહો સમયાંતરે ડેટા પ્રદાન કરે છે. ચોક્કસ વિસ્તારોના ડાઉનલોડ્સ લગભગ 14 દિવસમાં એકવાર શક્ય હોય છે. હાઈ-રિઝોલ્યુશન ફોટા અને ડ્યુઅલ-યુઝડ કેપેસીટી સાથે ઉપગ્રહોનો કાર્ટોસેટ ભારતના લશ્કરી સિક્રેટ ટૂલકીટમાં એક મુખ્ય સંપત્તિ રહ્યો છે. 2005 માં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું હતું, અને કાર્ટોસેટ-2સી (લશ્કરી માટે) જેવા ઉપગ્રહો સાથે ક્રમશઃ અપગ્રેડ કરવામાં આવ્યા હતા. આ ઉપગ્રહોએ કામગીરી માટે મહત્વપૂર્ણ તસવીરો પૂરી પાડી છે. ઉદાહરણ તરીકે, કાર્ટોસેટ-2સી, 0.65 મીટરના રિઝોલ્યુશન સાથે તસવીરો પહોંચાડે છે - જે અગાઉના મોડેલો કરતાં સુધારો છે - અને રિકોનિસન્સ અને સર્વેલન્સ કામગીરીમાં મહત્વપૂર્ણ રહ્યું છે.
કાર્ટોસેટની હાઈ -રિઝોલ્યુશન ફોટોસ એઓઆઈ કેપ્ચર કરી શકે છે, જેનાથી કમાન્ડરો અવકાશમાંથી ગુપ્ત માહિતીના આધારે ચોક્કસ નિર્ણયો લઈ શકે છે. આનો ઉપયોગ 2016 ની સર્જિકલ સ્ટ્રાઈક માટે કરવામાં આવ્યો હતો. કાર્ટોસેટ ઉપરાંત, ઉપગ્રહોના રિસાટ જુથે ગતિવિધિઓને ટ્રેક કરવા માટે ઉપયોગી રડાર તસવીરો આપી.
ભારતની નાવિકને અન્ય વૈશ્વિક જીપીએસ સિસ્ટમો સાથે જોડીને પણ કામગીરીમાં મદદ મળી. ભવિષ્યમાં ભારતીય અવકાશ સંગઠન (ઇસ્પા) ના ડિરેક્ટર-જનરલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એકે ભટે જણાવ્યું હતું કે ઇમેજરી, સેટ-કોમ (સેટેલાઇટ કમ્યુનિકેશન) અને પીએનટી (પોઝિશનિંગ, નેવિગેશન અને ટાઇમિંગ) માટે અવકાશ સંપત્તિનો વ્યાપક ઉપયોગ થયો. અવકાશ ટેકનોલોજી આધુનિક યુદ્ધનો એક અભિન્ન ભાગ છે.
ઈસરોના વડા નારાયણને જણાવ્યું હતું કે ભારત 2040 સુધીમાં તેનું પહેલું અવકાશ મથક સ્થાપિત કરશે અને જી-20 દેશો માટે આબોહવા દેખરેખ ઉપગ્રહો વિકસાવી રહ્યું છે. તેમણે ભારતની અવકાશ સિદ્ધિઓ અને 34 દેશો માટે 433 ઉપગ્રહોના પ્રક્ષેપણ પર પણ પ્રકાશ પાડ્યો.
તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી દેશે જે પ્રગતિ કરી છે તે અભૂતપૂર્વ અને ઉત્તમ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત અને અમેરિકા સંયુક્ત રીતે એક ખર્ચાળ અને અદ્યતન અર્થ ઇમેજિંગ સેટેલાઇટ બનાવશે, જે ભારતમાંથી જ લોન્ચ કરવામાં આવશે.
કાર્ટોસેટ, રીસેટ અને એમીસેટ જેવા સર્વેલન્સ ઉપગ્રહોનો ઉપયોગ કરાયો
ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને ઇમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 ઉપગ્રહો 24 કલાક દેખરેખ રાખી રહ્યા છે. આતંકી ઠેકાણા પર સટીક વાર કરવા માટે આપણા ઉપગ્રહોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવના સંદર્ભમાં આવ્યું છે, ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર, જેનો હેતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવાનો હતો. નારાયણને જણાવ્યું હતું કે, આ ઉપગ્રહો, જેમાં કાર્ટોસેટ, રીસેટ અને એમીસેટ જેવા સર્વેલન્સ ઉપગ્રહોનો સમાવેશ થાય છે, તે 7,000 કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. આ ઉપગ્રહો સૈન્ય, સિક્રેટ એજન્સીઓ અને આપત્તિ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે સમગ્ર ઉત્તર પૂર્વ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે અને ઉપગ્રહો અને ડ્રોનની મદદ વિના આપણે આ હાંસલ કરી શકતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech