માઈક્રોસોફ્ટ હેડક્વાર્ટરમાં ઉજવણીનો માહોલ ગાઝામાં થયેલા મૃત્યુ માટે માઈક્રોસોફ્ટ ટેકનોલોજીને દોષી ઠેરવવા તરફ વળ્યો, કારણકે સોફ્ટવેર એન્જિનિયર વાનિયા અગ્રવાલે સીઈઓ સત્યા નડેલા, ભૂતપૂર્વ સીઈઓ સ્ટીવ બોલમર અને સહ-સ્થાપક બિલ ગેટ્સ સામે સ્ટેજ પર ઉગ્ર વિરોધ શરૂ કર્યો. વાનિયાએ કહ્યં કે શરમ આવવી જોઈએ! માઈક્રોસોફ્ટ ટેકનોલોજીના કારણે 50,000 પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા છે. તેમના મૃત્યુની ઉજવણી કરી રહ્યા છો?ઈઝરાયલ સાથે સંબંધો તોડી નાખો! ત્યારબાદ વાનિયાને બહાર લઈ જવામાં આવી.
પરંતુ સ્ટેજ પર બેઠેલા બિલ ગેટ્સે વાનિયાની ભાવનાત્મક વિનંતી પછી પણ સ્મિત સાથે પોતાની વાતચીત ચાલુ રાખી - જાણે કંઈ બન્યું જ ન હોય. આ ઘટનાના થોડા સમય પછી વાનિયાએ રાજીનામું પણ આપી દીધું. તેમણે સ્પષ્ટતા કરી કે 11 એપ્રિલ માઇક્રોસોફ્ટમાં તેમનો છેલ્લો દિવસ હશે. પોતાના રાજીનામામાં, તેમણે કંપનીને ‘ડિજિટલ શસ્ત્રોના ઉત્પાદક’ તરીકે વર્ણવી હતી અને કહ્યું હતું કે કંપનીની ક્લાઉડ સેવાઓ અને એઆઈ ટેકનોલોજી ઇઝરાયલના ‘ઓટોમેટેડ અપાર્થેડ અને નરસંહાર મશીનરી’ ની કરોડરજ્જુ બની ગઈ છે.
તેમના પત્રમાં લખ્યું હતું કે આપણે કોને સશક્ત બનાવી રહ્યા છીએ? અત્યાચારીઓને? યુદ્ધના અપરાધીઓને? માઈક્રોસોફ્ટ હવે એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જે દેખરેખ, જાતિવાદ અને નરસંહારને શક્તિ આપે છે. આ કંપનીનો ભાગ બનીને, આપણે બધા આમાં ભાગીદાર બની રહ્યા છીએ. આ ઘટના પહેલા અન્ય એક કર્મચારી ઇબ્તિહાલ અબુસાદે માઈક્રોસોફ્ટના એઆઈ ચીફ મુસ્તફા સોલોમનને સ્ટેજ પર પડકાર ફેંક્યો હતો અને તેમને ‘યુદ્ધના સોદાગર’ ગણાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ, વાયુસેનાએ ટ્વિટ કરી આપ્યું નિવેદન
May 11, 2025 12:59 PMયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech