બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચની શરૂઆત પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ પહેલા મેદાનમાં કોહલી અને કાંગારૂ બેટર વચ્ચે ઝઘડો થયાનો વીડિયો સામે આવ્યો હતો.
એક ડઝન ખાલિસ્તાની લોકો ઝંડા લઈને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેનો ભારતીય સમર્થકોએ જોરદાર વિરોધ કર્યો હતો. ભારતીય સમર્થકોએ ભારત ઝિંદાબાદના નારા લગાવીને તેમને શાંત પાડ્યા હતા. આ અથડામણનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ આજથી એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ટેસ્ટ મેચ પહેલા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ખાલિસ્તાની અને ભારતીય સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ખાલિસ્તાન સમર્થકો અને ભારતીય ચાહકો હાથમાં ઝંડા લઈને સતત નારા લગાવતા એકબીજા સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.
આ ઘટના આજે સવારે બની હતી, જ્યારે ભારતીય ચાહકોની ખાલિસ્તાની સમર્થકો સાથે ઘર્ષણ થયું હતું, જેમને પાછળથી વિક્ટોરિયા પોલીસે વિખેરી નાખ્યા હતા. મેલબોર્ન ટેસ્ટ મેચની ટિકિટ ન હોવા છતાં ખાલિસ્તાની સમર્થકો માત્ર હંગામો કરવા માટે સવારે પહોંચ્યા હતા. જો કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સવારમાં જ સ્ટેડિયમની બહાર ખાલિસ્તાની સમર્થકો અને ભારતીયો વચ્ચે ઘર્ષણ
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ દરમિયાન નારા લગાવતા ખાલિસ્તાની સમર્થકોને ભારતીય ચાહકોએ ભગાડ્યા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech