ભારતીય ચલણની રૂ. ૫૦૦ના દરની બનાવટી નોટ સાથે બે શખ્સ ઝડપાયા

  • October 11, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ક્રેસન્ટ નજીક આવેલી એ વી સ્કૂલના મેદાન પાસેથી ભારતીય ચલણની રૂ.૫૦૦ ના દરની  બનાવટી  ૧૮ નોટ સહિત કુલ રૂ.૧૧,૦૦૦ના મુદ્દામાલ સાથે બે શખસોને એલસીબીએ ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફિસ હાજર હતાં.તે દરમિયાન પો.કો. એજાજખાન પઠાણને બાતમી મળેલ કે  શાહરૂખ સાબીરભાઇ મહિડા અને  નદિમ હારૂનભાઇ ડેરૈયા રહે.બંને નવાપરા, ભાવનગરવાળા ભાવનગર, ઋતુરાજ કોમ્પ્લેકસ, સેલ્ફી સ્ટુડિયોની સામે, એ.વી.સ્કુલના મેદાનની દિવાલ પાસે જાહેર રોડ ઉપર ઉભા રહીને ભારતીય ચલણની બનાવટી નોટોનો વહિવટ કરવા માટે ઉભેલ છે. જે બાતમી આધારે તપાસ કરતાં  ભારતીય ચલણની અસલ તથા બનાવટી ચલણી નોટો સાથે  શાહરૂખ સાબિરભાઇ મહિડા (ઉ.વ.૨૭ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.કેસરબાઇની મસ્જીદ સામે, નવાપરા, ભાવનગર) અને નદીમ હારુન ડેરૈયા (રે. નવાપરા, ભાવનગર)ને ભારતીય ચલણની રૂ.૫૦૦નાં દરની બનાવટી ચલણી નોટો ૧૮ કિ.રૂ.૦૦ ભારતીય ચલણની રૂ.૫૦૦ નાં દરની અસલ ચલણી નોટો ૨ કિ.રૂ.૧,૦૦૦, મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦, મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૧૧,૦૦૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લઈ ફરાર બનેલ નદીમ હારુન ડેરૈયા અને શાહનવાજ  ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application