ભારતીય બોલરોએ આવતી કાલથી શરૂ થતી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની પીચ જોઈને ધીરજ રાખવી : કપિલ દેવ

  • December 17, 2020 01:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ઓસ્ટ્રેલિયાની આવતીકાલથી શરુ થતી ટેસ્ટમેચને લઈને બંને દેશ સહિત વિશ્વભરમાં ક્રિકેટ ચાહકો ઉત્સાહિત જોવા મળે છે ત્યારે ટીમ ઈન્ડીયાનાં પૂર્વ કેપ્ટન કપિલ દેવે બોલરને સુચન આપતાં કહયું હતું એ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં એડીલેડનાં મેદાનની સપાટી જોઈને બિલકુલ ઉત્સાહિત થતા નહી અને તમારા તાકાતથી જ આવડતથી જ બોલિંગ કરજો. અનુભવી ઇશાંત શર્માની ગ્રાહાજારીમાં ભારતની ટીમ પાસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનાં નેતૃત્વમાં ખતરનાક સ્પીડી બોલિંગ ખતરનાક સાબિત થઈ શકે છે.

 

ટીમમાં ઉમેશ યાદવમ મોહમ્મદ સિરાજ અને નવદીપ સેનીના રૂપમાં શાનદાર વિકલ્પ છે. ૬૧ વર્ષના કપિલદેવ માને છે કે આપણા સ્પીડી બોલરોને ઓસ્ટ્રેલિયાની પીચ ઉપર બોલિંગ કરવાનો અનુભવ નાથે. એ પીચ જોઈને ઘણીવાર બોલર એક્સાઈટેડ થઈ શકે  છે. આથી બોલિંગ કરવાની એક ખાસ રીતે રહેશે અને તેના અનુસાર જ બોલિંગ કરવી જરુરી છે.

 

ભારત માટે ૧૩૧ ટેસ્ટમાં ૪૩૪ વિકેટ લેનાર કપિલદેવે કહયું હતું કે આપણી પાસે પાસે તેજહ બોલર છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આપણા બોલરની સરખામણીએ ત્યાંની પીચને વધુ સમજે છે. આથી ભારતીય બોલરને વધુ સાવચેતી રાખવી પડશે. તેમજ ઓસ્ટ્રેલિયા પાસે પિંકબોલથી મેચ રમવાનો અનુભવ પણ વધુ છે. ઓસ્ટ્રેલિયાનો આ ૮ મો મેચ છે જે તે પિંકબોલથી રમશે અને ભારતનો ૨જો અનુભવ હોવાથી ખેલાડીઓએ શાંત અને ધીરજ પુર્વક રમવું જરૂરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS