ભારતીય રેલવેએ પૂર્વ ભારતીય કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલમાં જ બંને રેસલર્સે રેલવેમાંથી રાજીનામું આપી દીધું હતું. કુશ્તીમાં દેશનું નામ રોશન કર્યા બાદ વિનેશ અને બજરંગે રાજકારણમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું છે. રેલ્વેમાં રાજીનામું પત્ર સુપરત કર્યા બાદ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. જણાવી દઈએ કે, વિનેશ ફોગટને કોંગ્રેસ તરફથી જુલાના વિધાનસભા સીટથી ટિકિટ મળી છે અને બજરંગ પુનિયાને કિસાન કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
વિનેશ રાજકારણમાં આવશે તો શું થશે?
વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી ?
હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. જણાવી દઈએ કે, પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો છે. આ પાછળનું કારણ આપતા પંચે સ્પષ્ટતા કરી હતી કે, બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech