ચીનની ઊંઘ હરામ: ભારતીય નૌસેનાને મળશે બીજું સ્વદેશી એરક્રાટ કેરિયર

  • November 30, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવું એરક્રાટ કેરિયર સ્વદેશી વિક્રાંત જેવું હશે. તેની લંબાઈ ૨૬૨ મીટર, પહોળાઈ ૬૨ મીટર અને ઐંચાઈ ૫૯ મીટર હશે.નવી દિલ્હી: ભારત સમુદ્રમાં પોતાની શકિત વધારી રહ્યું છે. હવે ભારતીય નૌકાદળને વધુ એક એરક્રાટ કેરિયર આપવાની તૈયારી ચાલી રહી છે. આ અંગેનો નિર્ણય ડિફેન્સ એકિવઝિશન કાઉન્સિલ માં લેવામાં આવશે. ભારતીય નૌકાદળ પાસે પહેલાથી જ બે એરક્રાટ કેરિયર આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત છે. નવું એરક્રાટ કેરિયર ૪૦ હજાર કરોડ પિયાના ખર્ચે બનાવવામાં આવશે. ૪૫ હજાર ટન વજનનું આ એરક્રાટ કેરિયર કોચીન શિપયાર્ડમાં બનાવવામાં આવશે. તેના પર લગભગ ૨૮ ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટર તૈનાત કરી શકાય છે.ભારત હવે હિંદ મહાસાગરમાં પોતાની શકિત વધારી રહ્યું છે. ચીન પાસે બે એરક્રાટ કેરિયર છે, યારે પાકિસ્તાન પાસે એક પણ નથી.


આ નવું એરક્રાટ કેરિયર સ્વદેશી વિક્રાંત જેવું હશે. તેની લંબાઈ ૨૬૨ મીટર, પહોળાઈ ૬૨ મીટર અને ઐંચાઈ ૫૯ મીટર હશે. તેની સ્પીડ ૫૨ કિલોમીટર પ્રતિ કલાક હશે. તેને તૈયાર કરવામાં લગભગ ૮ થી ૧૦ વર્ષનો સમય લાગશે.આગામી વર્ષેામાં ભારત પાસે ત્રણ કેરિયર યુદ્ધ જૂથો હશે. તે પાણી પર તરતા લશ્કરી થાણા જેવું છે. તેમાં ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, મિસાઈલ, રોકેટ, બંદૂકો અને બોમ્બ સહિતના ખતરનાક હથિયારો છે. તે ૪૦૦ કિલોમીટરના વિસ્તાર પર નજર રાખે છે. આ શ્રેણીમાં આવતા જોખમોનો સામનો કરી શકે છે.


'ઈમ્ફાલ' નેવીની તાકાત વધારે છે દરમિયાન, અન્ય એક સમાચાર અનુસાર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર 'ઈમ્ફાલ'ના ક્રેસ્ટનું અનાવરણ કયુ હતું. ઇમ્ફાલ મિસાઇલ ડિસ્ટ્રોયર બ્રહ્મોસ સરફેસ–ટુ–સર્ફેસ મિસાઇલો અને સ્વદેશી એન્ટિ–સબમરીન રોકેટ લોન્ચરથી સ છે. મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (), મુંબઈએ ૨૦ ઓકટોબરે ભારતીય નૌકાદળને આ યુદ્ધ જહાજ સોંપ્યું હતું. ઇમ્ફાલ '૧૫ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેકટ' હેઠળ બનાવવામાં આવેલા ચારમાંથી ત્રીજું યુદ્ધ જહાજ છે.

અત્યાધુનિક શક્રો અને પ્રણાલીઓથી સજ્જ છે નૌસેના
ઇમ્ફાલ યુદ્ધ જહાજનું વજન ૭,૪૦૦ ટન છે અને તેની લંબાઈ ૧૬૪ મીટર છે. આ વિનાશક જહાજ અત્યાધુનિક શક્રો અને પ્રણાલીઓથી સ છે, જેમાં સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ, જહાજ વિરોધી મિસાઈલ અને ટોર્પિડોનો સમાવેશ થાય છે. તે ૩૦ નોટથી વધુ એટલે કે ૫૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application