રાજકોટ : ૫૦૦ જેટલી અનાથ બાળકીઓને દતક લઈ સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપતી વેકસીનેશન અપાવવી, વધતા જતા વાહન અકસ્માતના કારણે થતી માનવ જીંદગીની હાની સામે લોકોને જાગૃત કરવા અને સ્વચ્છ નાગરિક, સ્વસ્થ નાગરીક, સશકત સમાજનો ધ્યેય સાકાર કરવા ઈન્ડીયન મેડિકલ એસોસીએશન–રાજકોટ દ્રારા પ્રયાસો કરવામાં આવશે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના નવ નિયુકત પ્રમુખ ડો. તેજસ કરમટા અને સેક્રેટરી ડો. બિરજુ મોરીની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. વર્ષ દરમિયાન અનેક લોક જાગૃત્તિના કાર્યક્રમો કરી લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃત્તિ લાવવા પ્રયાસો કરવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્ર્રીય હોદેદારોની ઉપસ્થિતિમાં તાજેતરમાં યોજાયેલ સમારંભમાં ડો. તેજસ કરમટા, ડો. બિરજુ મોરી તથા તેમની ટીમની શપથવિધિ કરવામાં આવી હતી.
પ્રમુખ તેજસ કરમટાએ જણાવ્યું છે કે, ભારત સરકાર દ્રારા સર્વાઈકલ કેન્સર સામે વેકસીનેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશન રાષ્ટ્ર્રીય કક્ષાએ સામેલ છે. અમારી ટીમ દ્રારા આ વર્ષે રાજકોટની ૫૦૦ જેટલી અનાથ, ગરીબ બાળકીઓને દતક લઈ તેને સર્વાઈકલ કેન્સર સામેની વેકસીન આપવામાં આવશે. વેકસીનેશન વિશે સમાજને પણ જાગૃત કરી વધુને વધુ બાળકીઓ વેકસીન લઈ કેન્સર સામે રક્ષણ મેળવે એવા એક અભ્યાસ પ્રમાણે દર ત્રણ મિનિટે અકસ્માતમાં એક માનવ જીવ ગુમાવે છે જે ગંભીર બાબત ગણી શકાય. પોલીસ, અલગ અલગ સામાજીક સંસ્થાઓ, વેપારી રાગઠનો, શાળા–કોલેજો સહિત સમગ્ર સમાજના સાથ સહકારથી લોકોમાં ટ્રાફીક બાબતે જાગૃત્તિ આવે અને અકસ્માતો ઘટે એ માટે સતત પ્રયાસો કરવાના છીએ. પણ કમનસીબે સેકન્ડમાં થયેલી ભુલ કોઈના મોતનું કારણ બનતી હોય એક અભ્યાસ પ્રમાણે દર સેકન્ડે કથાકને કયાંક અકસ્માત થતા હોય છે અને દર ત્રીજી સેકન્ડે એક મહામુલી માનવ જીંદગી આવા અકસ્માતમાં મોતના ખપ્પરમાં હોમાતી હોય છે ત્યારે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્રારા આ બાબતની ગંભીરતા સમજી લોકોનો જાગૃત કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ બાબતે લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ માટે પોલીસ સહિત સમગ્ર તત્રં સાથે સંકલન કરી વિવિધ જાગૃત્તિના કાર્યક્રમો હાથ ધરશુ.
સ્વચ્છતા હશે ત્યાં આરોગ્યની સમસ્યા ઘટી જશે એટલે તંદુરસ્ત સમાજની રચના માટે સ્વચ્છ વ્યકિત – સ્વસ્થ નાગરીક –સશકત સમાજ'ના ધ્યેય સાથે અમો લોકોમાં સ્વચ્છતાનું મહત્વ વધે એવા અનેક જાહેર કાર્યક્રમો યોજીશું. અમારો હેતુ ઘેર, સોસાયટી, ગલી, મહોલ્લ ા, શહેર, રાય, દેશ એમ દરેક તબક્કે સ્વચ્છતા માટે લોકો ખુદ જાગૃત બને, ખુદ સ્વચ્છ રહે અને આસપાસના લોકોને સમજાવી વાતાવરણ શુધ્ધ રહે એ બાબત સમાજને જાગૃત કરવામાં આવશે.
ડો. કરમટા અને ડો. મોરીએ સંયુકત રીતે જણાવ્યુ હતું કે, ભારતમાં આજે કિડની, લીવર, હૃદયના અનેક દર્દી જીવન–મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને અનેક દર્દીને દ્રષ્ટ્રીહીન દશામાં જીવી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત બની અંગદાન ક્ષેત્રે આગળ આવવુ પડશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન–રાજકોટ દ્રારા ઓર્ગન ડોનેશન અંગદાન વિશે લોકોને જાગૃત કરી સમાજના અનેક લોકોના જીવનમાં નવા રગં પુરવા, નવજીવન બક્ષવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. નિષ્ણાત તબીબોની ટીમ દ્રારા ઓર્ગન ડોનેશન વિશે સમાજમાં જાગૃત્તિ લાવવા વિવિધ સામાજીક સંસ્થાઓ, કોલેજોના સહયોગથી સેમીનારોનું આયોજન કરવામાં આવશે. ઓર્ગન ડોનેશન વિશેનું ખાસ પ્રેઝન્ટેશન બનાવી કોલેજો તથા સામાજીક સંસ્થાઓના આગેવાનો અને સમાજના લોકોને સરળ ભાષામાં સમજી શકે એ રીતે માર્ગદર્શન આપવામાં આવશે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્ર્રીય પ્રમુખ ડો. અનિલ નાયકે આ પ્રસંગે જણાવ્યુ હતું કે, જયારે તમારે સલાહની જર હશે ત્યારે બધા તમને મદદ કરશે પણ જયારે મદદની જર હશે ત્યારે બધા તમને સલાહ જ આપશે. તેમણે તબીબો અને સમાજને તંદુરસ્તી જાળવવા માટે સલાહ આપતા કહ્યું કે ચાલીસ વર્ષની ઉંમર પછી જો તું ચાલીશ નહી તો કયાંય ચાલીશ નહી એટલે માણસે રોજ ચાલીસ મીનીટ ચાલવુ જોઈએ.
ડો. મોરીના જણાવ્યા અનુસાર તંદુરસ્ત સમાજની રચના સાથે તબીબો પણ તંદુરસ્ત રહે એ માટે તબીબો માટે ઈન્ડોર – આઉટડોય રમતોની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ બોલ, સાયકલીંગ, મોટર રેસ વગેરે ઈન્ડોર – આઉટ ડોર ગેઈમ રમાડવામાં આવશે. આ ઉપરાંત સમાજ સેવાના ભાગ પે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુકિત માટેના કેમ્પ, વિવિધ સમાજના સંગઠનો સાથે સેમીનાર, કોલેજ સહિત શૈક્ષણીક સંસ્થાઓના સહયોગથી યુવા વર્ગને વિવિધ રોગ વિશે જાગૃત કરતાં સેમીનાર વગેરેનું આયોજન કરવામાં આવશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન–રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે તેજસ કમરટા, સેક્રેટરી તરીકે ડો. બિરજુ મોરી, આઈ.પી.પી. ડો. જયેશ ડોબરીયા, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. મયકં ઠક્કર, ઉપપ્રમુખ તરીકે ડો. કાર્તિક સુતરીયા, ડો. દિનેશ ચૌહાણ, એડિટર ડો. ધર્મેશ શાહ, ટ્રેઝરર ડો. કૃપાલ પુજારા, જોઈન્ટ સેક્રેટરી ડો. દર્શન સુરેજા, ડો. ચિંતન દલવાડી, જોઈન્ટ ટ્રેઝરર ડો. ચિંતન કણસાગરા, ડો. હેતલ મોઢાની નિમણૂંક કરવામાં આવી છે. એકઝીકયુટીવ કમીટીમાં ડો. અમીત અગ્રાવત, ડો. અમીષ મહેતા, ડો. દીપા ગોંડલીયા, ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. કમલેશ કાલરીયા, ડો. કિંજલ ભટ્ટ, ડો. પિચુપ ઉનડકટ, ડો. કેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, ડો. તુષાર પટેલની વરણી કરવામાં આવી છે.