ભારતીય–અમેરિકન ગાયિકા ચંદ્રિકા ટંડન પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ જીત્યાં

  • February 03, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંગીતની દુનિયાના ઓસ્કાર ગણાતા ગ્રેમી એવોડર્સની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતીય–અમેરિકન સંગીતકાર અને ઉધોગપતિ ચંદ્રિકા ટંડને એવોર્ડ જીત્યો હતો. આ દરમિયાન ચંદ્રિકા ભારતીય પરંપરાગત વક્રો પહેરીને કાર્યક્રમમાં પહોંચી અને તેણે બધાનું દિલ જીતી લીધુ હતું . ચંદ્રિકા તંદન પેપ્સિકોના પ્રમુખ ઈન્દ્રા નુયીના બહેન છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો.
ગ્રેમી એવોડર્સમાં ભારતીય–અમેરિકન સંગીતકાર અને ઉધોગપતિ ચંદ્રિકા ટંડન, વાઉટર કેલરમેન અને એ માત્સુમોટોએ તેમના ગ્રેમી એવોડર્સ સંગ્રહમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરી છે. આ ત્રણેયને તેમના સહયોગી કાર્ય 'ત્રિવેણી' માટે શ્રે ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં ગ્રેમી એવોર્ડ મળ્યો.
આ એવોર્ડ લોસ એન્જલસના એરેના ખાતે યોજાયેલા સમારોહમાં આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે, ચંદ્રિકાએ ભારતીય પરંપરાગત રેશમી સલવાર સૂટમાં કાર્યક્રમમાં હાજરી આપી અને દરેક ભારતીયનું દિલ જીતી લીધું ચંદ્રિકા ટંડન ભારતીય મૂળના થોડા કલાકારોમાંના એક છે જેમને આ વર્ષે ગ્રેમી એવોડર્સમાં નામાંકિત કરવામાં આવ્યા છે. તેમને અગાઉ ૨૦૧૧ માં 'સોલ કોલ' આલ્બમ માટે કન્ટેમ્પરરી વલ્ર્ડ મ્યુઝિક કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. જોકે, આ વખતે તેને રાધિકા વેકરિયા, રિકી કેજ અને અનુષ્કા શંકર જેવા પ્રખ્યાત સ્ટાર્સ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડો. આ વર્ષના ગ્રેમી એવોડર્સમાં ભારતીય–અમેરિકન સંગીતકારો રિકી કેજ અને અનુષ્કા શંકરને પણ નામાંકિત કરવામાં આવ્યા હતા. રિકી કેજને ચોથી વખત બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application