એર-શો નું પ્રદર્શન કરવા માટે ઇન્ડિયન એરફોર્સની સુર્યકિરણ ટીમનું જામનગરમાં આગમન

  • January 25, 2025 10:55 AM 

સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથે સૂર્યકિરણ ટીમે સંવાદ સાધ્યો: આવતીકાલ તા.૨૫ તથા તા. ૨૬ મી જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી જામનગરના આકાશમાં સર્જાશે અદ્ભુત દ્રશ્યો


જામનગર તા.૨૪ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા માટે જામનગરમાં તા.૨૫ અને તા.૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે. ૯ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોચી છે. આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા જામનગરમાં સ્વામીનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, ટીમ સુર્યકીરણની કામગીરી, એર શો વિષે માહિતી આપી હતી. 


આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨:૧૫ વાગ્યાથી એર શો શરુ થશે. જામનગર ખંભાળિયા હાઈવે સ્વામીનારાયણ મંદીરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે ૧૯૯૬માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બીરૂદ ધરાવે છે. આવતીકાલે આ ચુનંદા ટીમ, સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક Mk-132 જેટ ઉડાડશે. જેમાં  આ એર શો દરમિયાન આ સાહસિકો લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરશે. આ નવ વિમાનો 5 મીટર કરતાં ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application