ટી–૨૦ વલ્ર્ડકપમાં ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યેા હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ ૧૧૯ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ માત્ર ૧૧૩ રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ ૬ રને જીતી લીધી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ૧૯ ઓવરમાં ૧૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને બીજી જ ઓવરમાં વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યેા હતો. તેણે ૩ બોલમાં ૪ રન બનાવ્યા હતા. શાહીન આફ્રિદીએ ત્રીજી ઓવરમાં રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. હિટમેને ૧૨ બોલમાં ૧૩ રન બનાવ્યા હતા. આ પછી ઋષભ પંતે અક્ષર સાથે મળીને ત્રીજી વિકેટ માટે ૩૯ રન જોડા. નસીમ શાહે અક્ષરને બોલ્ડ કરીને આ ભાગીદારી તોડી હતી. પટેલે ૧૮ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. આ પછી પંતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ૩૧ રન જોડા. સ્કાય ૧૨મી ઓવરમાં ૭ રન બનાવીને પેવેલિયન પરત ફર્યેા હતો. આ પછી ભારતીય દાવ એક પછી એક વિકેટો ગુમાવતો રહ્યો.
શિવમ દુબેએ ૯ બોલમાં ૩ રન, પંતે ૩૧ બોલમાં ૪૨ રન, હાર્દિક પંડાએ ૧૨ બોલમાં ૭ રન અને અર્શદીપ સિંહે ૧૩ બોલમાં ૯ રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહના ખાતા પણ ખોલવામાં આવ્યા ન હતા. મોહમ્મદ સિરાજ ૭ બોલમાં ૭ રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાન તરફથી નસીમ શાહ–હરિસ રઉફે ૩–૩ વિકેટ લીધી હતી. આ ઉપરાંત મોહમ્મદ આમિરને ૨ અને શાહીન શાહ આફ્રિદીને ૧ સફળતા મળી છે.
૧૨૦ રનના આસાન લયનો સામનો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શઆત સરેરાશ રહી હતી. ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પ્રથમ વિકેટ માટે ૨૬ રન જોડા હતા. જસપ્રીત બુમરાહે આ ભાગીદારીને તોડી હતી. તેણે બાબર (૧૩)ને સૂર્યકુમારના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પાકિસ્તાનને ૧૧મી ઓવરના પહેલા બોલ પર બીજો ઝટકો લાગ્યો હતો. અક્ષર પટેલે ઉસ્માન ખાન (૧૩)ને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ફખર જમાને ૧૩, રિઝવાને ૩૧, શાદાબ ખાને ૪, ઈિતખાર અહેમદે ૫ અને ઈમાદ વસીમે ૧૫ રન બનાવ્યા હતા.
ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. મેચના હીરો રહેલા જસપ્રીત બુમરાહે ૪ ઓવરના કવોટામાં ૩.૫૦ની ઈકોનોમી સાથે ૧૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હાર્દિક પંડાએ ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૨ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને ૧–૧ સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાને કોઈ વિકેટ મળી ન હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech