વિશ્વમાં સૌથી વધુ નોકરી આપશે ભારત, ૩૭ ટકા કંપનીઓ ભરતી માટે તૈયાર

  • September 11, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન લોકો ઘણા પૈસા ખર્ચે છે. આ સાથે કંપનીઓનો બિઝનેસ પણ વધે છે. તેની અસર દેશમાં નોકરીઓ પર પણ પડે છે. એક અહેવાલ અનુસાર, આ વર્ષે તહેવારોની સિઝનમાં વિશ્વમાં સૌથી વધુ નોકરીઓ ભારતમાં સર્જાવા જઈ રહી છે. ભારતીય કંપનીઓ દેશની આર્થિક સ્થિતિને લઈને ઉત્સાહિત છે અને ૩૭ ટકા કંપનીઓ કર્મચારીઓની સંખ્યા વધારશે. નોકરીઓ પર તેની અસર ડિસેમ્બર કવાર્ટરમાં સ્પષ્ટ્રપણે જોવા મળશે. આ સર્વેમાં કુલ ૪૨ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મેનપાવર ગ્રૂપ એમ્પ્લોયમેન્ટ આઉટલુકના વૈશ્વિક સર્વેક્ષણને ટાંકીને ઇકોનોમિક ટાઇમ્સે દાવો કર્યેા છે કે ૪૨ દેશોમાં ભારતીય કંપનીઓ ભરતી અંગે સૌથી વધુ પોઝીટીવ છે. આ સર્વેમાં વિવિધ ક્ષેત્રોની ૩,૧૫૦ ભારતીય કંપનીઓને સામેલ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, પાછલા કવાર્ટરની સરખામણીમાં ઈન્ડિયા ઈન્કમાં નોકરીઓ પૂરી પાડવા માટે વધુ ઉત્સાહ છે. આ આંકડામાં ૭ ટકાનો ઉછાળો આવ્યો છે. આ સિવાય આ આંકડો વૈશ્વિક સરેરાશ કરતા ૧૨ ટકા વધુ છે.
સર્વેમાં સામેલ ૫૦ ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ વધુ લોકોને નોકરી આપશે. માત્ર ૧૩ ટકા કંપનીઓ જ ભરતી કરવા માટે ઉત્સુક જણાતી નથી. તેમજ ૩૪ ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના કાર્યબળથી સંતુષ્ટ્ર છે. તેમાંથી ૩ ટકા હજુ નક્કી થયા નથી. મેનપાવર ગ્રુપ ઈન્ડિયા અને મિડલ ઈસ્ટના એમડી સંદીપ ગુલાટીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિ મજબૂત છે. તેની અસર હાયરીંગમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં ઘરેલું વપરાશ વધુ છે. સરકાર પોતાનો ખર્ચ પણ વધારી રહી છે. આ ઉપરાંત મેન્યુફેકચરિંગ અને આઉટસોસિગની માંગ પણ વધી રહી છે.
ગયા અઠવાડિયે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. અમે મજબૂત સ્થિતિમાં છીએ. કૌશલ્ય વિકાસ પર સરકાર દ્રારા જબરદસ્ત કામ કરવામાં આવી રહ્યું છે. અર્થવ્યવસ્થા મજબૂત થવાથી આપણે બેરોજગારી પણ ઘટાડી શકીશું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News