હવે ભારત ચુપ નહીં રહે: યુનાઈટેડ નેશનની મહાસભામાં મોદીએ કરી ગર્જના

  • October 28, 2020 02:04 AM 1024 views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ 75માં સત્રની સામાન્ય સભાને સંબોધિત કરતા કોરોના મહામારી પર ચર્ચા કરી હતી અને ભારતની વૈક્સિન પ્રોડક્શન અને વૈક્સિન ડિલિવરી ક્ષમતા સમગ્ર માનવજાતને આ સંકટમાંથી બહાર લાવવામાં મદદ કરશે.

કોરોના સંકટના કારણે યુનાઈટેડ નેશનની મહાસભા વર્યુચ્યુઅલી યોજાઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાયી સીટો માટે પણ સવાલ ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે યુનાઈટેડ નેશનના નિર્ણય મેકિંગ સ્ટ્રકચરથી જુદા રાખવામાં આવશે.

 

મહામારી પછી સર્જાયેલી પરિસ્થિતિ બાદ અમે આત્મનિર્ભર ભારતની યોજના લઈને આગળ વધી રહ્યાં છીએ અને દેશભરના તમામ નાગરિકને આ યોજનાનો લાભ મળે એવી વ્યવ્સ્થા કરવામાં આવી રહી છે.

 

ભારતના ગામડાઓમાં 150 લાખ ઘરમાં પાઈપલાઇનથી પીવાનું પાણી પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે. 6 લાખ ગામડાઓમાં બ્રોડબેન્ડ ઓપ્ટિકલ ફાઇબરથી કનેક્ટ કરવાની મોટી યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

 

વડાપ્રધાને કહ્યું હતું કે ભારતનો અવાજ માનવતા, માનવ જાતી અને માનવીય મુલ્ય છે. દુશ્મન, આતંકવાદ, ગેરકાનુની હથિયારોની ચોરી કે હેરાફેરી, મની લોંર્ડિગ વગેરે જેવી બાબતોમાં હવે ભારત ચુપ રહેશે નહીં. જે ભાષા જેને સમાજાતું હશે તેને એ જ ભાષામાં સમજાવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application