જાપાનને પછાડીને ભારત બનશે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • May 13, 2024 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. જો તેની આ જ  ગતિ ચાલુ રહેશે તો આવતા વર્ષ સુધીમાં ભારત જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંતે કહ્યું છે કે 2025 એ વર્ષ હશે જ્યારે ભારત જાપાનને પાછળ છોડી દેશે. આ અંદાજોને કારણે જાપાનના લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. 2010 સુધી જાપાન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. માત્ર 15 વર્ષમાં તે 5માં સ્થાને સરકી જશે.


ભારત 2025 સુધીમાં વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે જાપાનને પાછળ છોડી દેવા માટે તૈયાર છે.

     - ₹2.1 લાખ કરોડની રેકોર્ડ GST આવક

     - છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં 8% વૃદ્ધિ

    

એક દાયકા પહેલા ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી.


અમિતાભ કાંતે કહ્યું કે વર્ષ 2022માં ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું હતું. હવે જાપાનનો વારો છે. તેમણે કહ્યું કે GST કલેક્શનમાં રેકોર્ડ ઉછાળો, અંકુશિત ફુગાવો અને GDP 8 ટકાની ઝડપે વધવાને કારણે ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડી દેશે. અત્યારે માત્ર અમેરિકા, ચીન, જર્મની અને જાપાન ભારતથી આગળ છે. એક દાયકા પહેલા વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારતે આ 10 વર્ષમાં જોરદાર છલાંગ લગાવી છે. હાલમાં ભારતની જીડીપી 3.7 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે.

જાપાનના ચલણ યેનમાં મોટી નબળાઈ


ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ એપ્રિલના અંતમાં અનુમાન લગાવ્યું હતું કે ભારતનો GDP 2025માં $4.34 ટ્રિલિયન સુધી પહોંચી જશે. આ જાપાનના $4.31 ટ્રિલિયન કરતાં વધુ હશે. આ પહેલા IMFએ વર્ષ 2026માં ભારત આગળ આવવાની આગાહી કરી હતી. પરંતુ જાપાની ચલણ યેનમાં નબળાઈ બાદ અંદાજમાં ફેરફાર થયો છે. યુરોની સરખામણીમાં યેનનું મૂલ્ય 40 ટકા નીચે ગયું છે. નિષ્ણાતોનું માનવું છે કે હવે જાપાનની અર્થવ્યવસ્થા ભારત સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

એક વર્ષ પહેલા સુધી જાપાન ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા


એક વર્ષ પહેલા સુધી જાપાન ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. ગયા વર્ષે જર્મનીએ તેને પાછળ છોડી દીધું હતું અને હવે આવતા વર્ષે ભારત પણ આગળ વધે તેવી અપેક્ષા છે. જાપાનના લોકોને સૌથી મોટો આંચકો વર્ષ 2020માં લાગ્યો હતો. જ્યારે ચીનની અર્થવ્યવસ્થાએ તેમને પછાડી દીધા હતા. જાપાનની અર્થવ્યવસ્થા પાછળ જવા માટે ઘણા કારણો આપવામાં આવી રહ્યા છે. લોકો કહે છે કે દેશ વૃદ્ધ થઈ રહ્યો છે. લોકો ડિજિટલાઈઝેશન અને ઘણા વિકાસ કાર્યક્રમોનો વિરોધ કરે છે. આ ઉપરાંત સરકારમાં રહેલા લોકોને પણ જૂની રીતો ગમે છે. આ સિવાય કોવિડ-19 મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધની પણ જાપાનની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application