ચૂંટણીના ગરમ વાતાવરણ વચ્ચે આવેલો રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા યુવાનોમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં શિક્ષિત યુવાનો અને મહિલાઓમાં ઝડપથી વધી રહી છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)ના એક રિપોર્ટમાં ભારતમાં રોજગારની સ્થિતિને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આમાં જે સૌથી મોટી વાત સામે આવી છે તે એ છે કે દેશમાં કુલ બેરોજગાર લોકોમાંથી ૮૩% યુવાનો છે.
આઈએલઓએ ઇન્સ્િટટૂટ આફ હ્યુમન ડેવલપમેન્ટ (આઈએચડી) સાથે મળીને 'ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ ૨૦૨૪' પ્રકાશિત કર્યેા છે. આ મુજબ ભારતમાં જો ૧૦૦ લોકો બેરોજગાર છે તો તેમાંથી ૮૩ યુવાનો છે. આમાં પણ મોટાભાગના યુવાનો શિક્ષિત છે.
આઈએલઓના રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે દેશના કુલ બેરોજગાર યુવાનોમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા ૨૦૦૦ની સરખામણીએ હવે બમણી થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૦માં શિક્ષિત યુવાનો બેરોજગારોની સંખ્યા કુલ યુવા બેરોજગારના ૩૫.૨ ટકા હતી. વર્ષ ૨૦૨૨માં તે વધીને ૬૫.૭ ટકા થઈ ગયો છે. તેમાં માત્ર એવા જ શિક્ષિત યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમણે ઓછામાં ઓછું ૧૦ ધોરણનું શિક્ષણ પૂર્ણ કયુ છે.
આઈએલઓનો રિપોર્ટ જાહેર થવાના એક દિવસ પહેલા દેશના પૂર્વ આરબીઆઈ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાક્રી રઘુરામ રાજને કહ્યું હતું કે ભારતે તેની આર્થિક વૃદ્ધિ મજબૂત હોવાના હાઈપમાં વિશ્વાસ ન કરવો જોઈએ, આમ કરવું એક મોટી ભૂલ હશે. તેના બદલે, ભારતે તેની અર્થવ્યવસ્થાની મૂળભૂત સમસ્યાઓને ઠીક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેમ કે તેની શિક્ષણ પ્રણાલીને ઠીક કરવી.
આઈએલઓએ પોતાના રિપોર્ટમાં કંઈક આવું જ કહ્યું છે. આઈએલઓ કહે છે કે ભારતમાં માધ્યમિક (૧૦મી) પછી શાળા છોડી દેવાનું પ્રમાણ હજુ પણ ઉચ્ચ સ્તરે છે, ખાસ કરીને ગરીબ રાયોમાં અથવા સમાજના હાંસિયામાં રહેતા લોકોમાં. ઉચ્ચ શિક્ષણના મામલામાં દેશની અંદર ભરપૂર પ્રવેશ છે, પરંતુ આ સ્થળોએ શિક્ષણનું સ્તર ચિંતાજનક છે. ભારતમાં બાળકોની શીખવાની ક્ષમતા શાળાથી ઉચ્ચ શિક્ષણ સ્તર સુધી ઓછી છે.
૨૦૧૯ થી, નિયમિત કામદારો અને સ્વ–રોજગાર ધરાવતા લોકોની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જયારે અકુશળ શ્રમ દળમાં કેયુઅલ કામદારોને ૨૦૨૨ માં યોગ્ય લઘુત્તમ વેતન મળ્યું નથી. કેટલાક રાયોમાં રોજગારની સ્થિતિ ખૂબ જ દયનીય છે. આ રાયો બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મધ્ય પ્રદેશ, ઝારખડં અને છત્તીસગઢ છે. ભારત માટે આ ઘણો મુશ્કેલ સમય છે. ભારતની લગભગ ૨૭ ટકા વસ્તી યુવાનો છે, પરંતુ તેનો મોટો હિસ્સો બેરોજગાર છે. આવી સ્થિતિમાં ભારતને તેની યુવા વસ્તીનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ નથી મળી રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક, 15ના મોત, અફઘાનિસ્તાને કહ્યું- બદલો લઈશું
December 25, 2024 10:13 AMજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech