કોરોનાએ વિકાસનાં રસ્તાઓ ખોલ્યા, આગામી ૨૦ વર્ષમાં વિશ્વની ટોપ ૩ ઈકોનોમીમાં હશે ભારત : મુકેશ અંબાણી

  • December 15, 2020 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુનિયામાં સોશિયલ મિડીયાનાં ક્ષેત્રની સૌથી મોટી કંપની ફેસબુ ૧૫ અને ૧૬ ડિસેમ્બરે ફ્યુલ ફોર ઈન્ડિયા ૨૦૨૦ નામથી એક ઇવેન્ટ કરી રહી છે. આજે આ ઇવેન્ટનું પહેલું સેશન હતું. ફેસબુક પ્લેટફોર્મ પર પ્રસારિત થયેલ આ ઇવેન્ટમાં ફેસબુકનાં સીઈઓ માર્ક જુકરર્બગ અને રિયાલન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સીએમસી મુકેશ અંબાણી વચ્ચે રોકાણને લઈને વાતચીત થઈ હતી.

 

પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ કહયું હતું કે દેશમાં ડિજીટલ ક્રાંતિની મોટી સંભાવના પર ચર્ચા થઈ રહી છે. સંકટમાં નવી સંભાવનાઓનો રસ્તો મળે છે. દેશમાં કોરોના મહામારીએ લોકોની જીવનશૈલીમાં અનેક પરિવર્તન કર્યા છે પરંતુ કોરોનાકાળથી અનેક નવા રસ્તાઓ ખુલ્યા છે, જેથી દેશની ઈકોનોમીને ભવિષ્યમાં વેગ મળશે. તેનું સંપૂર્ણ ક્રેડીટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.

 

મુકેશ અંબાણીએ વધુ વાત કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સંકટમાં પણ સંભાવનાઓ શોધી છે. આ મહામારી દરમિયાન ભારતમાં ૨૦ કરોડ લોકોને સીધા જ રોકડ આપવામાં આવ્યા હતાં. ગરીબ પરિવારો માટે આગળ આવીને સહાય કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભોજન વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ વરહ ૨૦૨૧નાં પહેલા ત્રિમાસિકમાં જ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવશે. કોરોનાના કપરા સમયમાં પણ ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ કરવામાં આવ્યું છે.ફેસબુકનું જીઓમાં રોકાણ ભારતમાં એક મોટું એફડીઆઈ છે. ફેસબુક અને જીઓ મળીને નાના વેપારીઓને પ્રોત્સાહિત કરશે. અને તેમના માટે વેલ્યુ ક્રિએશન પ્લેટફોર્મ તૈયાર કરશે.

 

મુકેશ અંબાણીએ વધુ જણાવ્યું હતું કે, કોરોનાનાં સમયમાં લોકડાઉન દરમિયાન વર્ક ફોર્મ હોમ અને લર્ન ફોર્મ હોમનો કોન્સેપ્ટ કલ્ચર બની ગયું છે અને લોકો તેને ખૂબ સારી રીતે આવકાર્ય છે. દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. ખૂબ ઝડપથી દેશની વ્યક્તિ દીઠ આવાક ૧૮૦૦ ડોલરથી વધીને ૫૦૦૦ ડોલર થઈ શકે છે. દેશમાં વિકાસની અનેક સંભાવનાઓ પડેલી છે. અને આગામી બે દાયકામાં ભારતની ઈકોનોમી વૈશ્વિક સ્તરે મુખ્ય બની જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS