ભારતની સ્માર્ટફોન નિકાસએ નવો બેન્ચમાર્ક સેટ કર્યેા છે, જે ઓકટોબરમાં ૨ બિલિયન ડોલરના આંકને વટાવી ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ કુલ માસિક આંકડો છે. ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેકટ્રોનિકસ એસોસિએશન, વૈશ્વિક અને સ્થાનિક મોબાઇલ ઉપકરણ ઉત્પાદકોનું પ્રતિનિધિત્વ કરતી ઉધોગ સંસ્થાના અંદાજ મુજબ, આ માઇલસ્ટોન વૈશ્વિક મોબાઇલ સપ્લાય ચેઇન્સમાં દેશના વધતી જતા પ્રમુખ પદને સૂચવે છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં, સ્માર્ટફોનની નિકાસ મૂલ્યની દ્રષ્ટ્રિએ ૧૦.૬ બિલિયન ડોલરને વટાવી ગયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલ ૭.૮ બિલિયન ડોલરની સરખામણીએ વાર્ષિક ધોરણે ૩૭ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.આકટોબરનું પ્રદર્શન, જે મુખ્યત્વે એપલના આઈફોન દ્રારા સંચાલિત હતું, તેમાં મે ૨૦૨૪માં ૧.૭૮ બિલિયન ડોલરની અગાઉની ઐંચી સપાટીથી ૨૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આકટોબર ૨૦૨૩માં ૧.૨ બિલિયન ડોલરની સરખામણીએ નિકાસમાં ૭૦ ટકાનો વધારો થયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૪માં સ્માર્ટફોનની કુલ નિકાસ ૧૫ બિલિયન ડોલર સુધી પહોંચવાની તૈયારી છે, જેમાંથી એપલ અને તેના સપ્લાયર્સનો હિસ્સો ૧૦ બિલિયન ડોલરથી વધુ છે. આઈસીઈએ અનુમાન કરે છે કે, જો વર્તમાન વલણ ચાલુ રહેશે, તો નાણાકીય વર્ષ ૨૦૨૫ ના અતં સુધીમાં નિકાસ ૧૮ બિલિયન ડોલર અને ૨૦ બિલિયન ડોલરની વચ્ચે પહોંચી શકે છે.
નોંધપાત્ર રીતે, એસોસિએશનનો અંદાજ છે કે આ સમયગાળા દરમિયાન ભારતના સ્માર્ટફોન ઉત્પાદનના ૩૫ ટકા મૂલ્યની નિકાસ કરવામાં આવશે. એપલનું વર્ચસ્વ ખાસ કરીને સ્પષ્ટ્ર છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ના પ્રથમ સાત મહિનામાં તેના આઈફોન શિપમેન્ટસ કુલ નિકાસ મૂલ્યના લગભગ બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.
મુખ્ય સપ્લાયર્સ ફોકસકોન, પેગાટ્રોન અને ટાટા ઈલેકટ્રોનિકસ આ વૃદ્ધિના મહત્વના પરિબળો રહ્યા છે. આ નાણાકીય વર્ષની શઆતથી, એપલએ દર મહિને સરેરાશ ૧ બિલિયન ડોલરના મૂલ્યના આઈફોનની નિકાસ કરી છે. ઉધોગના અંદાજો અને સરકાર સાથે શેર કરાયેલા ડેટા અનુસાર, ફોકસકોને ૧૦.૭ બિલિયન ડોલરની નિકાસમાં ત્રીજા ભાગનું યોગદાન આપ્યું છે, યારે ટાટા ઇલેકટ્રોનિકસે લગભગ ૨૦ ટકા ફાળો આપ્યો છે.
ફોકસકોનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૩૩ ટકાનો વધારો થયો છે, યારે ટાટા ઈલેકટ્રોનિકસમાં એફવાય૨૪ના સમાન સમયગાળાની સરખામણીમાં ૧૧૫ ટકા વૃદ્ધિ જોવા મળી છે. સેમસંગે કુલ નિકાસમાં આશરે ૨૨ ટકા ફાળો આપ્યો હોવાનો અંદાજ છે, યારે બાકીનો હિસ્સો ભારતીય ઉત્પાદકો અને વેપારી નિકાસકારોનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech