દિલ્હી–એનસીઆરનું વાયુ પ્રદૂષણ હવે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. અઝરબૈજાનની રાજધાની બાકુમાં પર્યાવરણ પર આયોજિત કોપ૨૯ સમિટમાં દિલ્હીની ઝેરી હવા પર લાંબી ચર્ચા અને મંથન થયું હતું. પર્યાવરણ નિષ્ણાતોએ દિલ્હીના પ્રદૂષણ પર ચિંતા વ્યકત કરી એટલું જ નહીં, પ્રયાસોની પણ વાત કરી.
દિલ્હી–એનસીઆર ગેસ ચેમ્બર બની ગયું છે અને અહીંના લોકો ઝેરી હવામાં શ્વાસ લઈ રહ્યા છે. પરિસ્થિતિ કાબૂ બહાર છે અને અત્યારે કોઈ રાહત મળશે એવું નથી દેખાઈ રહ્યું. દિલ્હીમાં ચારે તરફ ધુમ્મસનું ગાઢ સ્તર છે, જેના કારણે વિઝિબિલિટી અત્યતં ઓછી થઈ ગઈ છે. ૨૪ કલાકમાં એર કવોલિટી ઇન્ડેકસ (એકયુઆઇ) ૪૯૪ પર પહોંચી ગયો છે. આ આંકડો આ સિઝનમાં સૌથી વધુ છે. આજે સવારે ઘણી જગ્યાએ હવાની ગુણવત્તા ૫૦૦ સુધી પહોંચી હતી.
કોપ ૨૯ બેઠકમાં મુખ્ય ધ્યાન દિલ્હીની ખતરનાક હવાની ગુણવત્તા પર હતું. નિષ્ણાતોએ વાયુ પ્રદૂષણથી આરોગ્યના જોખમો અંગે ચેતવણી આપી છે અને તાત્કાલિક વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે.
કલાઈમેટ ટ્રેન્ડસના ડિરેકટર આરતી ખોસલાનું કહેવું છે કે દિલ્હીનો એર કવોલિટી ઈન્ડેકસ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. કેટલાક વિસ્તારોમાં ૧,૦૦૦ માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધુનું રજકણ પ્રદૂષણ નોંધાયું છે.
આરતી ખોસલાએ જણાવ્યું હતું કે દિલ્હીનો એકયુઆઈ આજે સરેરાશ ૪૫૦ આસપાસ છે. લા નિના વર્ષ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતાં, હવાનું પરિભ્રમણ પણ નબળું બને છે, જેના કારણે હવામાં પ્રદૂષકો રહે છે.
ગ્લોબલ કલાઈમેટ એન્ડ હેલ્થ એલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ કર્ટની હોવર્ડે કેનેડામાંથી તેમના અનુભવો શેર કર્યા. ૨૦૨૩માં, કેનેડામાં જંગલમાં લાગેલી આગને કારણે ૭૦ ટકા વસ્તી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને વિસ્તારને ખાલી કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું, આપણા જેવા સમૃદ્ધ દેશ માટે પણ આ બધું કામ મોંઘું હતું. ગરીબ દેશોને આવી આફતોનો સામનો કરવા માટે આર્થિક મદદની જર હોય છે.
હોવર્ડે મોટા કોર્પેારેશનોને આપવામાં આવતી ભારે સબસિડી છતાં આરોગ્ય સંભાળ માટે બજેટના અભાવની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું, અમે જંગી નફો કરતી કોર્પેારેશનોને ૧ ટિ્રલિયન યુએસ ડોલર આપીએ છીએ પરંતુ અમે કહીએ છીએ કે આરોગ્ય સંભાળ માટે પૈસા નથી. આપણે દરેકની સલામતી માટે આરોગ્ય માટે બજેટ બનાવવું જોઈએ.
કેનેડિયન એસોસિયેશન આફ ફિઝિશિયન ફોર ધ એન્વાયર્નમેન્ટના ભૂતપૂર્વ પ્રમુખ ડો. જો વિપોન્ડે કોપ ૨૯ સમિટની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માત્ર વાયુ પ્રદૂષણ વાર્ષિક ૭૮ મિલિયન અકાળ મૃત્યુનું કારણ બને છે. અશ્મિભૂત ઈંધણની લોબી વૈશ્વિક સ્તરે ખૂબ જ મજબૂત છે.
સ્ટેટ આફ ગ્લોબલ એર ૨૦૨૪ મુજબ, વાયુ પ્રદૂષણને કારણે ૨૦૨૧માં વૈશ્વિક સ્તરે ૮.૧ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી ૨.૧ મિલિયન ભારતમાં હતા. વિશ્વ બેંકનો અંદાજ છે કે વાયુ પ્રદૂષણને કારણે ૨૦૧૯માં વિશ્વને અંદાજિત ૮.૧ ડોલર ટિ્રલિયનનો ખર્ચ થયો છે, જે વૈશ્વિક જીડીપીના ૬.૧ ટકાની સમકક્ષ છે.
જો કે, સમસ્યા માત્ર દિલ્હી પુરતી સીમિત નથી. હિંદુ કુશ હિમાલય દેશો માટે વાયુ પ્રદૂષણ એક સામાન્ય સમસ્યા છે. મોટાભાગના દેશો સમાન ઈન્ડો–ગંગા એરશેડ હેઠળ આવે છે. અઝરબૈજાનના બાકુમાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (કોપ ૨૯)ની ૨૯મી કોન્ફરન્સમાં પણ આ અંગે ચર્ચા થઈ રહી છે.
ભારતના કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુકત સચિવ નરેશ પાલ ગંગવારે કોપ ૨૯ દરમિયાન દેશોને, ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા અને તેને ઘટાડવા માટે સક્રિય, સહયોગી પગલાં લેવાનું આહ્વાન કયુ હતું.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સચિવ અને અન્યોએ ગઈકાલે પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણ અને ધુમ્મસના મુદ્દા પર ચર્ચા કરી અને પ્રદેશની સ્થિતિ પર તેમની ચિંતા વ્યકત કરી. પાકિસ્તાની અધિકારીએ સીમા પાર હવાઈ પ્રદૂષણ ઘટાડવા માટે ભારત–પાકિસ્તાન કલાઈમેટ ડિપ્લોમસીની હિમાયત કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech