નાણાકીય વર્ષ 2024-25માં ભારતે સંરક્ષણ નિકાસમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે ભારતે 23,622 કરોડ રૂપિયા (લગભગ 2.76 બિલિયન ડોલર ) ના સંરક્ષણ સાધનોની નિકાસ કરી છે, જે ગયા વર્ષે (2023-24) 21,083 કરોડ રૂપિયાની સરખામણીમાં 12.04 ટકાનો વધારો દર્શાવે છે. જોકે, આ વૃદ્ધિ ગયા વર્ષના ૩૨.૪ ટકા કરતા ઓછી છે, જ્યારે નિકાસ રૂ. ૧૫,૯૨૦ કરોડથી વધીને રૂ. ૨૧,૦૮૩ કરોડ થઈ હતી.
સંરક્ષણ ક્ષેત્રના જાહેર સાહસોનું શાનદાર પ્રદર્શન
સરકારે આ વર્ષે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો સંરક્ષણ નિકાસ લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ અમે ૨૧.૨૬ ટકા ઓછા પડી ગયા. જોકે, હવે સરકાર 2029 સુધીમાં 50,000 કરોડ રૂપિયાના સંરક્ષણ નિકાસના લક્ષ્ય પર નજર રાખી રહી છે. આ વર્ષની વાત કરીએ તો, સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSUs) એ ખાનગી ક્ષેત્રની તુલનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સંરક્ષણ મંત્રાલય (MoD) અનુસાર, 2024-25માં સંરક્ષણ PSUs એ 42.8 ટકાનો વિકાસ નોંધાવ્યો હતો.
ભારતના શસ્ત્રોના આ છે ખરીદદાર
ભારતે આ વર્ષે લગભગ 80 દેશોમાં સંરક્ષણ સાધનો અને શસ્ત્રોની નિકાસ કરી છે. ભારત પાસેથી સંરક્ષણ સાધનો અને શસ્ત્રો ખરીદવામાં અમેરિકા, ફ્રાન્સ અને આર્મેનિયા જેવા દેશો ટોચ પર હતા.
સરકારી નીતિઓથી નિકાસમાં વધારો
સરકારે તાજેતરના વર્ષોમાં ઔદ્યોગિક લાઇસન્સિંગ પ્રક્રિયાને સરળ બનાવવા, લાઇસન્સિંગ પદ્ધતિમાંથી ઘટકો દૂર કરવા અને નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પગલાં લીધાં છે, જેનાથી સંરક્ષણ ઉદ્યોગને વેગ મળ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ પર બધાને અભિનંદન આપ્યા અને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech