ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાએ જીતની હેટ્રિક લગાવી છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન બાદ હવે ભારતે ન્યૂઝીલેન્ડને પણ હરાવી દીધું છે. દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી લીગની અંતિમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવીને મેચ જીતી લીધી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 249 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતને 44 રનથી જીત મળી હતી. ટીમ ઇન્ડિયા તરફથી બેટિંગમાં શ્રેયસ અય્યર અને બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અય્યરે 79 રન બનાવ્યા હતા, જ્યારે ચક્રવર્તીએ 5 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની જીતનો રથ રોકી દીધો હતો.
જીતના હીરો:
વરુણ ચક્રવર્તી: વરુણે પોતાની પ્રથમ વનડે રમી અને પ્રથમ જ મેચમાં 5 વિકેટ લઈને ટીમને જીત અપાવી. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. વરુણે 10 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
શ્રેયસ અય્યર: શ્રેયસે 98 બોલમાં 79 રનની ઇનિંગ રમી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech