રાવી નદી પર ભારતનો જ અધિકાર

  • April 26, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિંધુ જળ સંધિને લઈને પહેલીવાર પાકિસ્તાનના કાયદા મંત્રીએ દેશની સંસદને સત્ય કહેવું પડ્યું કે સિંધુ જળ સંધિ પર બંને દેશો વચ્ચે 1960માં હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત ભારત રાવી, સતલજ અને બિયાસ નદીઓના પાણી પર દાવો કરે છે તે સાચો છે.પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરારે કહ્યું કે રાવી નદી પર ભારતનો અધિકાર છે અને અમે તેની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકીએ નહીં. સિંધુ જળ સંધિ પાકિસ્તાનને કાયદેસર રીતે બંધનકતર્િ છે કે તે પાડોશી દેશ સામે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો સંપર્ક ન કરે.હકીકતમાં, પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં સિંધુ જળ સંધિને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. પૂછવામાં આવ્યું કે જ્યારે ભારતે રાવી નદીના પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે ત્યારે પાકિસ્તાન સરકાર શું કરી રહી છે? તેના પર પાકિસ્તાનના કાયદા મંત્રી આઝમ નઝીર તરરે કહ્યું કે જળ સંધિ હેઠળ અમે તેમાં દખલ કરી શકીએ નહીં.

કાયદાકીય મુદ્દાઓ પર રાજનીતિ ન થવી જોઈએ
તેમણે કહ્યું કે, 1960માં બંને દેશો વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત ભારત રાવી, સતલજ અને બિયાસ નદીઓના પાણી પર દાવો કરે છે. સંસદના નીચલા ગૃહમાં નોટિસ રજૂ કરનાર જરતાજ ગુલે તરાર પર પ્રહાર કરતા કહ્યું કે આજે કાયદા મંત્રીએ રાવી નદી પર ભારતના અધિકારનો સ્વીકાર કર્યો છે, જે ખેદજનક છે.તેના પર કાયદા મંત્રીએ કહ્યું કે કાયદાકીય મુદ્દાઓનું રાજનીતિકરણ ન કરવું જોઈએ. જે સાચું છે તે કહેવું જ પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application