ભારતે કેનેડા માટે વિઝા સેવા ફરી કરી શરૂ, આવતીકાલથી આ 4 કેટેગરીમાં કરી શકશો અરજી

  • October 25, 2023 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકારે ફરી એકવાર કેનેડિયનો માટે વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને બુધવારે કહ્યું કે ભારત 26 ઓક્ટોબરથી કેનેડામાં વિઝા સેવાઓ આંશિક રીતે ફરી શરૂ કરશે.


ભારતે 21 સપ્ટેમ્બરના રોજ વીઝા સેવા સસ્પેન્ડ કરી હતી

તેમણે કહ્યું કે હાલમાં ફક્ત ચાર કેટેગરીમાં વિઝા માટે અરજી કરી શકાય છે. જેમાં એન્ટ્રી, બિઝનેસ, મેડિકલ અને કોન્ફરન્સ. હકીકતમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વધેલા તણાવ પછી ભારતે 21 સપ્ટેમ્બરના રોજ વીઝા સેવા સસ્પેન્ડ કરી દીધી હતી.





ભારતીય ડિપ્લોમેટીક યુનિટને ધમકી મળ્યા બાદ સેવા કરી હતી બંધ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 21 સપ્ટેમ્બરે કહ્યું હતું કે કેનેડામાં અમારા રાજદ્વારી યુનિટને ધમકીઓ મળી રહી છે. તેઓ તેમનું કામ કરવા સક્ષમ નથી. આ જ કારણ છે કે વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કેનેડા આતંકવાદીઓને રહેવા અને તેમની યોજનાઓ પાર પાડવા માટે જગ્યા આપી રહ્યું છે.




ભારતે કેનેડામાં રહેતા ભારતીયોને સાવચેત રહેવા જણાવ્યું હતું

આ પહેલા 20 સપ્ટેમ્બરે ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે - કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધાન તેમજ સતર્ક રહેવા સલાહ આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application