લિસ્ટેડ કંપનીઓના શેર પ્રાઈઝ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં વૃદ્ધિ કરતાં આગળ વધી રહ્યા છે. બીએસઇ પર લિસ્ટેડ અને ટ્રેડેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (એમકેપ) માર્ચ ૨૦૨૩ના અંતથી ૬૧ % વધ્યું છે, જે ૨૦૨૩–૨૪માં વર્તમાન ભાવે ભારતના જીડીપીમાં અંદાજિત ૧૦ % વૃદ્ધિની બરાબર છે. પરિણામે, ભારતનો એમકેપ–ટુ–જીડીપી ગુણોત્તર માર્ચ ૨૦૨૩ના અંતે ૯૫.૮%થી વધીને ૧૪૦.૨%થી ૧૫ વર્ષના હાઈએસ્ટ લેવલ પર પહોંચ્યો છે.
બીએસઇના ડેટા અનુસાર, વ્યાપાર માટે ઉપલબ્ધ ૪,૩૫૭ કંપનીઓએ મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૨૪માં . ૨૯૬.૬ ટિ્રલિયનના વર્તમાન ભાવે ભારતના જીડીપીની સામે આશરે રૂ ૪૧૬ ટિ્રલિયનનો સંયુકત એમકેપ નોંધ્યો હતો. તેનો વર્તમાન ગુણોત્તર ડિસેમ્બર ૨૦૦૭ના અંતે ૧૪૯.૪%ના ઓલટાઈમ હાઈએસ્ટ લેવલ થી માત્ર એક લેવલ નીચે છે. તે સમયે, તમામ બીએસઇ લિસ્ટેડ અને ટ્રેડેડ કંપનીઓનો સંયુકત એમકેપ વર્તમાન ભાવે ભારતના જીડીપીની સરખામણીમાં . ૭૧.૭ ટિ્રલિયન સુધી પહોંચી ગયો હતો અને ડિસેમ્બર ૨૦૦૭ના અંતે પૂરા થયેલા પાછળના ચાર ત્રિમાસિક ગાળા દરમિયાન ૪૮ ટિ્રલિયન થયો હતો.
રેકોર્ડ એમકેપ–ટુ–જીડીપી રેશિયો ઇકિવટીના ભાવમાં શાર્પ કરેકશન દ્રારા અનુસરવામાં આવ્યો હતો, અને માર્ચ ૨૦૦૯ના અંતે રેશિયો આગામી ૧૫ મહિનામાં લગભગ બે–તૃતીયાંશ ઘટીને ૫૪.૮ ટકાના નીચા સ્તરે પહોંચ્યો હતો. એસ એન્ડ પી બીએસઇ સેન્સેકસનો ભાગ છે તેવી ભારતની ટોચની ૩૦ લિસ્ટેડ કંપનીઓનો સંયુકત એમકેપ આ સમયગાળામાં માત્ર ૨૭.૨ % વધ્યો છે. સેન્સેકસ કંપનીઓનો સંયુકત એમકેપ માર્ચ ૨૦૨૩ના અંતે . ૧૧૫.૯ ટિ્રલિયનથી વધીને મંગળવારે . ૧૪૭.૪ ટિ્રલિયન થયો છે. એ જ રીતે, નેશનલ સ્ટોક એકસચેન્જ નિટી ૫૦નો સંયુકત એમકેપ આ સમયગાળામાં ૩૩.૨ % વધીને માર્ચ ૨૦૨૩ના અંતે . ૧૩૬.૫ ટિ્રલિયન હતો જે મંગળવારે . ૧૮૧.૮ ટિ્રલિયન હતો.
બે ઈંડેકસનું ટ્રેડેડ વેલ્યુ કંપનીઓના સંપૂર્ણ એમકેપને બદલે કમબાઈન્ડ ફ્રી–લોટ એમકેપ (કંપનીઓમાં નોન–પ્રમોટર્સના હિસ્સોનું બજાર મૂલ્ય) માં થતા ફેરફારોને ટ્રેક કરે છે. સરખામણી માટે, ગયા વર્ષના માર્ચના અંતથી સેન્સેકસ ૨૫.૮ % વધ્યો છે, જયારે નિટી ૫૦ સમાન સમયગાળામાં ૩૦.૨ % વધ્યો છે. એમકેપ–ટુ–જીડીપી રેશિયોમાં તીવ્ર વૃદ્ધિએ કેટલાક વિશ્લેષકોને રોકાણકારોને સાવધાની રાખવાની સલાહ આપી છે.
એસ એન્ડ પી બીએસઇ મિડકેપ પાછલા વર્ષમાં લગભગ ૬૪ ટકા વધ્યો છે, સમાન સમયગાળામાં એસ એન્ડ પી બીએસઇ સ્મોલકેપ ૬૦.૬ % વધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં લગભગ ૧૦૦ મિલિયન નવા સ્થાનિક રિટેલ રોકાણકારો ઇકિવટી માર્કેટમાં પ્રવેશ્યા છે અને તેમાંથી મોટાભાગના આ કંપનીઓના મૂલ્યાંકન અને કમાણીના ફંડામેન્ટલ્સને ધ્યાનમાં લીધા વગર નાના અને મિડકેપ શેરોમાં રોકાણ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech