ઈઝરાયેલ, અમેરિકા અને રશિયાને પાછળ છોડશે ભારતની સ્વદેશી એર ડિફેન્સ સીસ્ટ

  • November 01, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનું સુરક્ષા કવચ વધુ મજબૂત થવા જઈ રહ્યું છે, આ માટે ભારત એક એવી એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહ્યું છે જે દુશ્મનના દરેક હત્પમલાને નિષ્ફળ બનાવશે. ચીન હોય કે પાકિસ્તાન, તેમાં કોઈ ઘૂસી શકશે નહીં. ખાસ વાત એ છે કે આ એર ડિફેન્સ સિસ્ટમ ઈઝરાયેલના આયર્ન ડોમ કરતા ઘણી સારી હશે. તે અમેરિકાની પેટિ્રઓટ એર ડિફેન્સ સિસ્ટમ અને રશિયાની એસ–૪૦૦ને પણ ટક્કર આપે તેવી મજબૂત હશે.


ભારત હજુ પણ તેની એર ડિફેન્સ સિસ્ટમ માટે રશિયાના એસ–૪૦૦પર નિર્ભર છે, પરંતુ હવે ભારતે પોતાની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની યોજના બનાવી છે. આ જવાબદારી ડીઆરડીઓ એટલે કે સંરક્ષણ સંશોધન વિકાસ સંસ્થા દ્રારા સંભાળવામાં આવે છે. તે જે એર ડિફેન્સ સિસ્ટમ વિકસાવી રહી છે તેને પ્રોજેકટ કુશ નામ આપવામાં આવ્યું છે. જે હવામાં જ લાંબા અંતરથી ભારત તરફ આવતા દરેક ખતરાને ટ્રેક કરીને તેનો નાશ કરશે. આ અંતર્ગત ડીઆરડીઓ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ એટલે કે એલઆર–સેમ તૈયાર કરી રહ્યું છે, તેની રેન્જ અલગ હશે, જે ૧૫૦, ૨૫૦ અને ૩૫૦ કિમી સુધી દુશ્મનની હિલચાલને ટ્રેક કરી તેને નિષ્ફળ બનાવશે. હાલમાં ભારત પાસે એસ–૪૦૦ એર સિસ્ટમ છે જે રશિયા પાસેથી લેવામાં આવી છે. ડીઆરડીઓનો પ્રોજેકટ કુશ ૩૫૦ કિમીના અંતરથી દુશ્મનોની ગતિવિધિઓને શોધી કાઢશે, તે ઈઝરાયેલના આયર્ન ડોમ કરતા ઘણો સારો હશે, જેની રેન્જ માત્ર ૭૦ કિમી છે, આ સિવાય તે અમેરિકાની પેટિ્રઓટ એર ડિફેન્સ સિસ્ટમને પણ હરાવી દેશે જેની રેન્જ ૧૧૦ કિમી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application