કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ લખી છે. જેમાં તેમને કહ્યું છે કે, 'ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને આખી દુનિયા પર ઉપકાર કર્યેા છે.' કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે જો ભારતે રશિયા પાસેથી તેલ ન ખરીધું હોત તો તેની કિંમત ઝડપથી વધી ગઈ હોત. આવું કરીને ભારતે વિશ્વ પર ઉપકાર કર્યેા છે. તેમણે એ પણ સ્પષ્ટ્ર કયુ છે કે જે કોઈ ભારતને સારા દર આપશે તેની પાસેથી જ ખરીદી કરવામાં આવશે. યુક્રેન વિદ્ધ સૈન્ય કાર્યવાહીને કારણે રશિયાને ઘણા દેશોના પ્રતિબંધોનો સામનો કરવો પડો હતો.'
કેન્દ્રીય મંત્રી પુરીએ વધુમાં કહ્યું છે કે, 'જો અમે આવું ન કયુ હોત તો તેલની વૈશ્વિક કિંમત બેરલ દીઠ ૨૦૦ ડોલર વધી ગઈ હોત. રશિયન તેલ પર કયારેય કોઈ પ્રતિબધં નહોતો, ત્યાં માત્ર કિંમતની મર્યાદા હતી. ભારતીય કંપનીઓએ તેનું પાલન કયુ છે.'
હરદીપ સિંહ પુરીએ આ બાબતે આગળ લખ્યું કે, 'આપણે એ ન ભૂલવું જોઈએ કે અધૂરી માહિતી ધરાવતા કેટલાક લોકોએ ભારત પર પ્રતિબંધો લાદવાની વાત કરી હતી. અન્ય ઘણા યુરોપિયન અને એશિયાઈ દેશોએ અબજો ડોલરનું ક્રૂડ ઓઈલ, ડીઝલ, એલએનજી અને દુર્લભ ખનિજોની વિશાળ માત્રામાં ખરીદી કરી છે. અમારી ઓઈલ કંપનીઓને જે પણ સસ્તા દર આપશે તેમની પાસેથી જ એનર્જી ખરીદી કરીશું.' કેન્દ્રીય મંત્રી પુરીએ જણાવ્યું કે, 'ભારત એકમાત્ર સૌથી મોટો ઉપભોકતા છે, યાં અન્ય દેશોમાં વૈશ્વિક ભાવમાં વધારો થવા છતાં પણ ૩ વર્ષમાં તેલના ભાવમાં ભારે ઘટાડો થયો છે.' ખાસ વાત એ છે કે ભારત વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ઉપભોકતા છે, જે પોતાની જરિયાતના ૮૦ ટકા માટે વિદેશથી ખરીદી પર નિર્ભર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMમાત્ર માથાનો દુખાવો જ નહીં, આ લક્ષણો પણ હાઈ બ્લડ પ્રેશરના સંકેત
November 22, 2024 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech