ભારત પાસે બહુ પૈસા, તેને મદદ શા માટે?: ટ્રમ્પ

  • February 19, 2025 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આપણે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તેઓ વિશ્વના સૌથી વધુ કર વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત અને તેના વડા પ્રધાન પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે તેને 20 મિલિયન ડોલર શા માટે ચૂકવવા જોઈએ તેવો અણીયારો સવાલ ટ્રમ્પએ કર્યો હતો.


ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે 20 મિલિયન ડોલરના યુએસ ભંડોળને રોકવાના DOGE એટલે કે ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્ન્મેન્ટ એફિસીય્ન્સી વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો.

16 ફેબ્રુઆરીએ, એલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે બે મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGE એ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 20 મિલિયન ડોલર ફંડ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, અમેરિકા ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને બે કરોડ ડોલર આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં.


એ વાત જાણીતી છે કે ટ્રમ્પે ભારતના વધેલા ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે. અમેરિકાની સરકારમાં ડોઝ ડીપાર્ટમેન્ટ ઈલોન મસ્કે બનાવ્યું હતું પણ એ પહેલા તે ડોઝકોઈન નામની ક્રિપ્ટોકરન્સીને એન્ડોર્સ કરી ચુક્યા છે. આ ક્રિપ્ટો કરન્સી તે 2013 માં બનાવવામાં આવી હતી. ડોઝકોઈન 2013 માં બિલી માર્કસ અને જેક્સન પામર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં શિબા ઇનુ કૂતરાનો ફોટો છે. રસપ્રદ વાત એ છે કે ડોગેકોઈન બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીની મજાક ઉડાવવા માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ક્રિપ્ટોકરન્સી વર્ષ 2021 માં ચર્ચામાં આવી. તેના ચર્ચામાં આવવાનું કારણ પણ એલોન મસ્ક હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application