Olympics 2024- Shooting: ભારતનું મેડલ જીતવાનું સપનું તૂટ્યું, અનંત-મહેશ્વરીની જોડીને બ્રોન્ઝ મેડલની મેચમાં ચીન સામે મળી હારી

  • August 05, 2024 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સોમવારે શૂટિંગમાં વધુ એક મેડલથી ચુકી ગયું છે. આ વખતે સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતનો સામનો ચીન સામે થયો હતો જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ગેમ્સમાં શૂટિંગમાં ભારતનો આ ચોથો મેડલ થઈ શકત. ભારતે અગાઉ શૂટિંગમાં પણ ત્રણ મેડલ જીત્યા હતા.


પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત વધુ એક મેડલ જીતી શક્યું હોત પરંતુ એવું થઈ શક્યું નહીં. અનંત જીત નારુકા અને મહેશ્વરી ચૌહાણની જોડી સ્કીટ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનનો સામનો કરી રહી હતી અને આ જોડીને કપરા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં ચીને ભારતને રોમાંચક મુકાબલામાં 44-43થી હરાવ્યું હતું.


જો અનંત અને મહેશ્વરી આ મેચ જીતી ગયા હોત તો પેરિસ ઓલિમ્પિકમાં આ તેમનો પહેલો ઓલિમ્પિક મેડલ અને શૂટિંગમાં ભારતનો ચોથો મેડલ હોત. અગાઉ મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસલે ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે.


કપરી રહી સ્પર્ધા

આ મેચમાં ભારતે ચીનને ટક્કર આપી હતી. પ્રથમ શ્રેણીમાં મહેશ્વરીએ ચાર નિશાના લગાવ્યા હતા પરંતુ અનંત એક નિશાન ચૂકી ગયો હતો. બીજી શ્રેણીમાં મહેશ્વરી અને અનંત એક-એક નિશાન ચૂકી ગયા. ચીને પ્રથમ શ્રેણીમાં તમામ નિશાન લગાવ્યા હતા પરંતુ બીજી શ્રેણીમાં યિટિંગ ત્રણ નિશાન ચૂકી ગયો હતો. ત્રીજી શ્રેણીમાં અનંત ચારેય પ્રયાસોમાં સફળ રહ્યો હતો, પરંતુ મહેશ્વરી એક વખત નિષ્ફળ રહી હતી. ચીનની ટીમ પણ આ શ્રેણીમાં એક નિશાન ચૂકી ગઈ હતી. ચોથી સિરીઝમાં ચીને તમામ નિશાનને સચોટ રીતે હાંસલ કર્યા હતા. અનંતે ભારત માટે તમામ લક્ષ્યાંકો લગાવ્યા પરંતુ મહેશ્વરી એક વખત નિષ્ફળ રહી હતી.


પાંચમી અને છઠ્ઠી શ્રેણીમાં ચીન અને ભારત બંનેએ તેમના તમામ લક્ષ્યોને યોગ્ય રીતે લગાવ્યા હતા પરંતુ ટીમ ઈન્ડિયા એક અંકથી પાછળ રહી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application