લદાખ માટે ભારત કરે છે કંઈક વિશેષ : દુશ્મન દેશ થશે પરેશાન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની સેના લદાખમાં હવે દુશ્મનની નજરમાં આવ્યાં વગર જ તેનું મિશન પાર પાડી શકશે. તે માટે ભારત સરકાર મનાલી થી લેહ સુધી એક નવો રસ્તો બનાવવાની યોજના પર કામ કરી રહી છે. આ રસ્તો ઉંચાઈ ઉપર પહાડી કેન્દ્રશાસિત પ્રદેશને બાકી દેશ સાથે જોડવાનો ત્રીજો રસ્તો હશે.

 

ભારત છેલ્લા ત્રણ વર્ષથી દૌલતબાગ, ઓલ્ડી સહિત ઉત્તરી સબ સેક્ટરોની વૈકલ્પિક કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહી છે. જેના હેઠળ વિશ્વનો સૌથી મોટો મોટરેબલ રોડ(ભારે વાહન માટે યોગ્ય રોડ) ખારદુંગલા દર્રાથી કામ શરૂ થઈ ચુક્યુ છે. સમાચાર એજન્સીના અનુસાર સુત્રોએ જણાવ્યા મુજબ એજન્સીઓ મનાલીથી લેહ સુધી નિમુ-પદમ-દરચા એક્સિસથી થઈને વૈક્લ્પિક સંપર્ક ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે. આથી હાલમાં જોજિલા પાસેથી થઈને શ્રીનગર અને સરચુ થઈને મનાલી થી લેહ જવાની તુલનામાં ખુબ ઓછો સમય લાગશે. જો આ રસ્તો બનશે તો મનાલીથી લેહ પહોચવામાં ત્રણ થી ચાર કલાકનો ઘટાડો થઈ જશે. સૈનિકો અને ભારે હથિયારોના સ્થળાંતરણ પર પાકિસ્તાન અને દુશ્મન દેશો ભારતમાં જોઈ શકશે નહીં.
 

ઉલ્લેખનીય છે હાલમાં વસ્તુઓ અને લોકોને લેહ જવા માટે જે માર્ગનો ઉપયોગ થાય છે તે જોજિલા થઈને જાય છે. આ માર્ગ દ્રાસ કાર્ગિલ એક્સિસ થઈને લેહ પહોચે છે. વર્ષ 1999માં થયેલ કારગિલ યુધ્ધમાં પાકિસ્તાનસેનાએ આ જ માર્ગને નિશાનો બનાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS