એપ્રિલમાં ભારતના મુખ્ય ક્ષેત્રનો વિકાસ દર 8 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. આનાથી દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં આઠ મુખ્ય ક્ષેત્રો - કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, ખાતરો, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીમાં વૃદ્ધિ ઘટીને 0.5 ટકા થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષે માર્ચમાં આ આંકડો ૪.૬ ટકા અને એપ્રિલમાં ૬.૯ ટકા હતો.
એપ્રિલમાં સિમેન્ટ ક્ષેત્રનો વિકાસ દર 6.7 ટકા હતો, જે માર્ચમાં 12.2 ટકાના વિકાસ દર કરતા ઘણો ઓછો છે. આ મહિને સ્ટીલ ક્ષેત્રનો વિકાસ ફક્ત 3 ટકા વધ્યો છે, જ્યારે માર્ચમાં 9.3 ટકાનો વિકાસ નોંધાયો હતો. તેવી જ રીતે, કુદરતી ગેસ ક્ષેત્રમાં એપ્રિલમાં માત્ર 0.4 ટકાનો વિકાસદર જોવા મળ્યો હતો, જે માર્ચમાં 12.7 ટકાનો હતો. જોકે, એપ્રિલમાં કોલસા ક્ષેત્રનો વિકાસ 3.5 ટકા રહ્યો, જે માર્ચમાં 1.6 ટકાના વિકાસ કરતા વધારે છે.
ઇન્ડસટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ (આઈઆઈપી) માં મુખ્ય ક્ષેત્રનો ફાળો લગભગ 41 ટકા છે. નિષ્ણાતો માને છે કે એપ્રિલમાં સુસ્ત પરિણામો એકંદર આઈઆઈપી પર અસર કરશે, જે આ મહિનાના અંત સુધીમાં જાહેર થશે. મુખ્ય ક્ષેત્રમાં કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઇનરી ઉત્પાદનો, વીજળી, સિમેન્ટ, સ્ટીલ અને ખાતરનો સમાવેશ થાય છે. આ આઠ ક્ષેત્રો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ જેવા છે. આમાં, વૃદ્ધિ કે ઘટાડાનો સમગ્ર અર્થતંત્ર પર ઊંડી અસર પડે છે.
સત્તાવાર આંકડા દર્શાવે છે કે એપ્રિલ મહિનામાં ક્રૂડ ઓઇલ, રિફાઇનરી પ્રોડક્ટ સેગમેન્ટ, ખાતરમાં ઘટાડો નોંધાયો છે. આ ત્રણેય ક્ષેત્રોમાં અનુક્રમે ૨.૮ ટકા, ૪.૫ ટકા અને ૪.૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે પાવર સેક્ટરમાં માત્ર 1 ટકાનો વિકાસ નોંધાયો છે, જે માર્ચમાં 7.5 ટકાના વિકાસ કરતા ઘણો ઓછો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech