ભારત અને બ્રાઝિલે નથી માની વૈજ્ઞાનિકોની સલાહ, હવે સહન કરી રહ્યા છે કોરોનાનો કહેર : રિપોર્ટ

  • May 06, 2021 01:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને બ્રાઝિલની સરકારે કોરોનાવાયરસને લઈને આપવામાં આવેલ વૈજ્ઞાનિકોની સલાહ માની નથી અને આથી જ કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. જો વિજ્ઞાનીકોની સલાહ માની હોત તો બીજી લહેરને કંટ્રોલ કરવી ઘણી જ સહેલી પડી હોત.

 

 

સાયન્સ જર્નલ નેચરમાં સામે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને બ્રાઝિલની સરકારે વૈજ્ઞાનિકોની સલાહ નહીં માનીને કોરોનાને કંટ્રોલ કરવાનો સમય ખોઈ દીધો છે. ગત સપ્તાહમાં ભારતમાં covid 19 ના કારણે 4 લાખથી વધુ લોકો 1 દિવસમાં સંક્રમિત થયા હતા અને 3500 લોકોના મૃત્યુ થયા છે. આંકડા કેટલા બધા ભયાનક છે કે દુનિયાભરમાંથી જુદા જુદા દેશો ભારતને મદદ કરવા માટે દોડી આવ્યા છે. મોટાભાગના દેશો તરફથી ઓક્સિજન વેન્ટિલેટર તેમજ અન્ય જરૂરી વસ્તુઓની સપ્લાય કરવામાં આવી રહી છે.

 

 

નેચર જર્નલના અનુસાર ભારત અને બ્રાઉઝર લગભગ ૧૫ હજાર કિલોમીટર દૂર છે, પરંતુ બંને દેશોમાં કોરોના સરખો જ કહેર વર્તાવી રહ્યો છે. બંને દેશોના નેતાઓએ વૈજ્ઞાનિકોની સલાહની અવગણના કરી હતી. જેના કારણે હજારો લોકોના મોત નિપજ્યા રહ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ કોરોનાને સામાન્ય નાનકડો ફ્લુ કહીને પરિસ્થિતી નાજૂકતાં સમજી નહીં. બ્રાઝિલ સરકારે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સને પણ વધુ કડક કરવાનું યોગ્ય માન્યું નહીં. જ્યારે ભારત સરકારે પણ યોગ્ય સમયે ડિસિઝન  લીધું નહીં. દેશમાં ચૂંટણી અને ધાર્મિક મેળાવડાઓ કારણે આજે ભારતમાં રોજના હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે અને લાખો લોકો કોરોનાવાયરસના દર્દથી પીડાઈ રહ્યા છે.

 

 

નેચર જર્નલમાં લખવામાં આવ્યું છે કે, ‘ભારતમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોના કેસ ઉચ્ચતમ સપાટી હતા ત્યારે 96 હજાર લોકો સંક્રમિત થયા હતા ત્યાર પછી માર્ચમાં કેસની સંખ્યા ઘટીને ૧૨૦૦૦ એ પહોંચી ગઈ હતી.’ આ ઘટાડાને જોઈને આત્મનિર્ભરની મોટી મોટી વાતો કરતી ભારત સરકાર આત્મસંતોષ થઈ ગઈ અને રેલીઓમાં ભીડ એકઠી કરી. જેનું પરિણામ સામાન્ય જનતાએ જ અત્યારે ભોગવવું પડ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS