રાજકોટમાં ઇન્ડિયા–ઈંગ્લેંડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે નબળી શઆત બાદ રોહિત શર્માની ૧૩૧ રનની કેપ્ટન ઇનિંગ્સ અને ગુુ બોય રવિન્દ્ર જાડેજાના અણનમ ૧૧૦ રન સાથેની પારીથી પાંચ વિકેટના અંતે ભારતને ૩૨૬ રનની મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું, રોહિત શર્માની વિકેટ બાદ ટેસ્ટ ટીમમાં પ્રથમ ડેબ્યુ કરનાર સરફરાઝની ૬૬ બોલમાં ૯ ફોર અને એક સિકસ સાથેના ૬૨ રનની શાનદાર રમત રમી માર્ક વુડના ડાઇરેકટ થ્રો માં રન આઉટ થયો હતો. સરફરાઝએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ઇનિગ્સમાં સર્વાધિક ૬૨ રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસે ઈંગ્લેંડ તરફથી માર્ક વુડએ ત્રણ વિકેટ, ટોમ હાર્ટલી એક વિકેટ ઝડપી હતી. જયારે આજે બીજા દિવસની રમતમાં ભારતે રવિન્દ્ર જાડેજાની વિકેટ ગુમાવી હતી. જાડેજાએ ૨૨૫ બોલમાં ૧૧૨ રન બનાવ્યા હતા અને ટના કોટ એન્ડ બોલનો શિકાર થયો હતો. કુલદીપ યાદવએ ચાર રન બનાવ્યા હતા તેની વિકેટ જેમ્સ એડરસને ઝડપી હતી. બંનેની વિકેટ રેહાન અહેમદએ ઝડપી હતી. ટેસ્ટ મેચમાં પ્રથમ વખત ડેબ્યુ કરનાર વિકેટકીપર ધ્રુવ જુરેલએ ૪૬ રન અને સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિનએ ૩૭ રન બનાવી ઇન્ડિયાના સ્કોરને આગળ ધપાવ્યો હતો. જસપ્રીત બુમરાહ ૨૬ રન બનાવી માર્ક વુડના બોલ પર એલબી ડબલ્યુ થયો હતો. ઇન્ડિયાનો સ્કોર ૧૩૧ ઓવરમાં ૧૦ વિકેટે ૪૪૫ રન થયો હતો. ઈંગ્લેંડ તરફથી માર્ક વુડે ૨૮ ઓવરમાં ૧૧૪ રન આપી ૪ વિકેટ, રેહાન અહેમદે ૨૨ ઓવરમાં ૮૫ રન આપી બે વિકેટ જયારે ટોમ હાર્ટલી, જેમ્સ એડરસન, ટએ એક એક વિકેટ ઝડપી હતી. આ ટાર્ગેટને ચેસ કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેંડની ઓપનિંગ જોડીમાં ઉતરેલા ઝેક ક્રોલી અને બેન ડકેટએની જોડીએ ૯૦ રન બનાવ્યા હતા. ત્યારે બોલર અશ્વિનને ઝેક કોલીની વિકેટ ઝડપી પોતાની પણ ૫૦૦ વિકેટ પૂર્ણ કરી હતી
સરફરાઝના રન આઉટ પર જાડેજાએ પોતાની ભૂલ હોવાનું કહી દિલગીરી વ્યકત કરી
લાંબા સમયના ઈંતેઝાર બાદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાનને ઈગ્લેંડ સામેની ત્રીજી ટેસ્ટમાં રમવાનો ચાન્સ મળતા પુરા જોશ સાથે પર્ફેામન્સ બતાવ્યું હતું. સરફરાઝે ૯ ફોર એક સિકસની મદદથી ૬૬ બોલમાં ૬૨ રનની દમદાર ઇનિંગ્સ રમી હતી તેની રમત જોતા પ્રથમ ટેસ્ટમાં જ સેન્ચ્યુરીની આશા દર્શકો દ્રારા વ્યકત કરવામાં આવી રહી હતી પરંતુ જાડેજા જયારે ૯૯ રન પર હતો ત્યારે રન દોડવા માટે કોલ આપ્યો હતો અને સરફરાઝ રન લેવા માટે દોડો હતો પરંતુ જાડેજા એ રન લેવાની ના પાડતા સરફરાઝ ક્રીઝમાં પરત ફરે પાયે પહેલા જ માર્ક વુડનો સીધો થ્રો સ્ટંમ્પમાં લાગતા સરફરાઝ રન આઉટ થયો હતો. એક સારા પરફોર્મન્સ સાથે રમત રમી રહેલા સરફરાઝના આઉટ થવા પર ડ્રેસિંગ મમાં બેઠેલા રોહિત શર્માએ પોતાની કેપ ગુસ્સા સાથે પછાડી હતી. સરફરાઝના રન આઉટ થવા ઉપર રવિન્દ્ર જાડેજાએ પોતાને દોષિત ગણાવી સોસીયલ મીડિયા પર પોતાની ભૂલ હોવાનું જણાવી દિલગીરી વ્યકત કરી હતી. સરફરાઝ ખાનની આ પ્રથમ ટેસ્ટમાં સારી ઇનિંગ્સ રમ્યા બાદ તેના પિતા પાસે પહોંચ્યો હતો અને એક બીજા ભેટા હતા ત્યારે હાજર પત્ની સહિતના આંખમાં આશું સરી પડા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationEPFOનો મોટો બદલાવ: નોકરી બદલવા પર PF ટ્રાન્સફર થશે સરળ, 1.25 કરોડ લોકોને ફાયદો
April 25, 2025 10:49 PMપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech