ભારત પાકિસ્તાન વચ્ચે એલઓસી ઉપર સંઘર્ષ વિરામ : સેનાએ કહ્યું, અમે છીએ આશાવાદી અને સતર્ક

  • February 25, 2021 09:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન બોર્ડર એલઓસી ઉપર સંઘર્ષે વિરામ લીધો છે. તમામ કરારો અને સહમતિઓનું કડકાઈથી પાલન કરવા અને વર્તમાન વ્યવસ્થાના માધ્યમથી કોઇ પણ અપ્રત્યાશિત સ્થિતિમાં સમાધાન કરવા અથવા ગેરસમજ દૂર કરવા ઉપર સહમતિ દર્શાવી હોવાનું ભારતીયસેનાના અધિકારીઓએ આજે જણાવ્યું હતું.

 

ભારતીય સેનાના અધિકારીઓએ આ સંબંધમાં કહ્યું હતુ કે ભારત અને પાકિસ્તાના સૈન્ય અભિયાન મહાનિર્દેશકો ડીજીએમઓ વચ્ચે સ્થાપિત હોટલાઈન સંપર્ક વ્યવસ્થાના માધ્યમથી 22 ફેબ્રુઆરીએ એક ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંઘર્ષ વિરામ લાગુ કરવા ઉપર સહમતિ જતાવાઈ હતી.  ઉતરી સીમાઓ ઉપર સ્થિતિનો પશ્ચિમિ મોર્ચાસાથે કોઇ સંબંધ નથી. અમે તમામ પડકારો સામે લડવા તૈયાર છીએ. આ નિર્ણયનો ચીન સાથે કોઇ સંબંધ નથી. વિતેલા સમયમાં આતંકી ઘટનાઓ અથવા પાકિસ્તાની સેનાની હરકતોથી શાંતિ ડામાડોળ થઈ હતી. આથી અમે આશા રાખતા સાવધાની પણ ચોક્કસ રાખીએ છીએ.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS