રાજકોટમાં મકર સંક્રાતિએ પતંગોત્સવની સાથે સાથે ક્રિકેટ ફિવરનો આનંદ પણ માણવા મળશે. આગામી 14 જાન્યુઆરીએ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ડે-નાઈટ વન ડે મેચ રમવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં આતુરતા છે. 12મી બંને ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે. અને 13મી નેટ પ્રેકટીશ બાદ 14મીએ બપોરે 1.30 વાગ્યાથી મેદાનમાં ઉતરશે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રાજકોટમાં 26 વર્ષ બાદ વન-ડે મેચ રમાશે જેને લઈને પણ દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા રાજકોટની મેચને લઈને ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે. રૂ.1500થી લઇ રૂ.7000 સુધીની ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. બુકિંગ બુકમાયશો ઉપર કરી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી જીત્યા બાદ ફોર્મમાં રહેલી ટિમ ઇન્ડિયા આગામી વર્લ્ડકપ પહેલા ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વડે શ્રેણી રમવા જઈ રહી છે. 11 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારના રોજ વડોદરા બીસીએ સ્ટેડિયમ ખાતે, બીજો મેચ 14 જાન્યુઆરીએ ખંઢેરી સ્ટેડિયમ રાજકોટ અને ત્રીજો મેચ 18 જાન્યુઆરી રવિવારના રોજ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે, વડોદરા અને રાજકોટના બંને મેચ ડે-નાઈટ હોવાથી ક્રિકેટ રસિકોમાં વધુ આનંદ જોવા મળી રહ્યો છે
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 5 નવેમ્બર 1999માં પ્રથમ વન-ડે મેચ રાજકોટમાં રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો અને 9 વિકેટ ગુમાવી 349 રન નો ભારતને ટાર્ગેટ આપ્યો હતો. રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટિમ 306 રનમાં ઓલ આઉટ થઇ જતા ન્યુઝીલેન્ડએ 43 રને મેચ જીતી હતી. ત્યારે 26 વર્ષ પછી ફરી રાજકોટમાં ભારતીય ટિમ ન્યુઝીલેન્ડ સામે ટકરાવવા જઈ રહી છે ત્યારે ભારત ટિમ 26 વર્ષ પૂર્વેનો રાજકોટમાં થયેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application