રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલમાં ઈન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા વિન્ટર શેડ્યુલ અંતર્ગત ગોવા, બેંગ્લોર, હૈદરાબાદ, પુણે, મુંબઈ અને દિલ્હી સહિતના શહેરોમાં દૈનિક 12 થી 13 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. ટૂંક સમયમાં વિન્ટર શેડ્યુલ પૂર્ણ થયા બાદ સમર શેડ્યુલની જાહેરાત કરવામાં આવશે. આ સમર સેજલ શરૂ થતા પહેલા ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા મુંબઈ અને દિલ્હીની વધુ એક ફ્લાઈટની ઉડાન માટે એરપોર્ટ ઓથોરિટીને પ્રસ્તાવ રજુ આવ્યો છે. જેને મંજૂરી મળતા ટૂંક સમયમાં રાજકોટ એરપોર્ટ પરથી વધુ મુંબઈ અને દિલ્હીની વધુ એક ફ્લાઈટની ઉડાન શરૂ થઈ શકે છે. જેના કારણે આ બે મહાનગરોમાં મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી રહેશે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે મીટર શેડ્યુલ માર્ચ મહિનાથી અમલમાં આવતું હોય છે. ત્યારે જો ઈન્ડિગો એરલાઇન્સના પ્રસ્તાવને હરિઝંડી મળશે તો રાજકોટ એરપોર્ટ પર દિલ્હી અને મુંબઈની વધુ એક ફ્લાઇટની ઉડાન ઉપલબ્ધ થશે. વિન્ટર શેડ્યુલ અંતર્ગત સૌપ્રથમ ફ્લાઈટ સવારે 8:00 વાગ્યાથી ઉડાન ભરી રહી છે. ત્યારે જો બંને શહેરો માટે એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી મળી રહેશે તો બિઝનેસ અને ટુરીઝમ માટે પર વહેલી સવારથી દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોના સરળ મુસાફરી ખેડી શકશે.
રાજકોટ એરપોર્ટ પરના મુસાફરોની માગણીને ધ્યાનમાં રાખીને ઈન્ડિગોની એરલાઇન્સ દ્વારા દિલ્હી અને મુંબઈની વધારે એક ફ્લાઈટ ઉડાડવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ પર હાલમાં એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા સવારે 8:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી વિવિધ શહેરોમાં દૈનિક એક ડઝન જેટલી ફ્લાઈટનું ઓપરેશન થઈ રહ્યું છે. સમર શેડ્યુલમાં વધારાની ફ્લાઇટ વહેલી સવારથી ઓપરેટ થઈ શકે છે. અને જો આ ફ્લાઈટના ઓપરેશન શરૂ થઈ જશે તો એરપોર્ટની વ્યસ્તતા અને કનેક્ટિવિટી બંનેમાં વધારો થશે.