દિલ્હીથી વારાણસી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોની ફરિયાદ બાદ ઈન્ડિગો એરલાઈન્સને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને માફી માંગી.
ઈન્ડિગોએ માફી માંગી
હકિકતમાં પ્લેનની એર કંડિશનિંગ સિસ્ટમમાં ખરાબીને કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પ્લેનમાં અરાજકતા જોવા મળી હતી. આ પછી ઈન્ડિગોને પણ પોતાની ભૂલ સમજાઈ અને શનિવારે તેના માટે માફી માંગી.
ઈન્ડિગોએ શું કહ્યું?
સમગ્ર મુદ્દા પર પ્રતિક્રિયા આપતા ઈન્ડિગોના સૂત્રોએ જણાવ્યું હતું કે, એસી બરાબર કામ કરી રહ્યું હતું, પરંતુ તાપમાનમાં ફેરફારને કારણે કેબિન ગરમ થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તેમ છતાં અમે 5મી સપ્ટેમ્બરના રોજ દિલ્હીથી વારાણસી માટે ઉડાન ભરેલી ફ્લાઇટ 6E 2235માં થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ.
ઈન્ડિગોએ વધુમાં જણાવ્યું હતું કે, કેબિનના તાપમાનમાં વધઘટને કારણે આ અગવડતા સર્જાઈ હતી, જેને મુસાફરોની વિનંતી પર એડજસ્ટ કરવામાં આવી હતી. અમારા કેબિન ક્રૂએ પરિસ્થિતિને સંભાળવા માટે અસરગ્રસ્ત પેસેન્જરને તાત્કાલિક સહાય પૂરી પાડી. ગુરુવારે ફ્લાઇટ 6E 2235માં બનેલી ઘટનાના વીડિયોમાં મુસાફરો ખૂબ જ અસ્વસ્થ સ્થિતિમાં જોવા મળ્યા હતા.
અગાઉ પણ બની હતી આવી ઘટના
આ વર્ષે જૂનમાં દિલ્હી-બાગડોગરા ફ્લાઈટમાં પણ આવી જ ઘટના બની હતી, જ્યારે ઈન્ડિગો ફ્લાઈટનું AC એક કલાક કામ કરતું બંધ થઈ ગયું હતું. મુસાફરોમાં, વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગુસ્સે ભરાયેલા મુસાફરોએ કહ્યું કે તેઓને શું થયું તેની કોઈ જાણ નથી અને એવું લાગ્યું કે જાણે તેઓ 'હાઈજેક' થઈ ગયા હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech