જારેરા નેશની માલધારી આશ્રમશાળા ખાતે સ્વાતંત્ર્યપર્વની ગૌરવભેર થઇ ઉજવણી

  • August 22, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના બરડા જંગલ વિસ્તારમાં આવેલ જારેરા નેશની માલધારી આશ્રમશાળામાં સ્વાતંત્રપર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ આશ્રમ શાળામાં ૭૮મી ૧૫મી ઓગસ્ટ ધામધુમપૂર્વક ઉજવાઇ હતી. આ ૧૫મી ઓગસ્ટના ઉત્સવમાં આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ આશ્રમ શાળાના શિક્ષકોએ તથા શિક્ષિકાઓ મારફત અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી જેમાં મહાત્મા ગાંધીની કૃતિ, સુભાષચંદ્ર બોઝની કૃતિ,ભારતમાં મિલટ્રીને લગતી કૃતિ રજૂ કરેલ. આ તકે આ ઉત્સવ નિમિત્તે આશ્રમ શાળાના સંચાલક અને ઉન ઘેટાના પૂર્વ ડિરેકટર અને માલધારી આગેવાન ગોગનભાઇ મોરીએ શિક્ષણ વિશે  વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે શાળા વિદ્યામંદિર છે અને આ વિદ્યામંદિરને સ્કૂલે જાવ ત્યારે વિદ્યામંદિરના દર્શન કરીને  પ્રવેશ કરવો, તથા શિક્ષણ વિશે અલગ-અલગ માર્ગદર્શન આપેલ. બાળકોના વાલીઓને ખાસ ભલામણ કરેલ કે તમારા બાળકોને નિયમિત આશ્રમ શાળામાં મોકલો અને નિયમનું પાલન કરો તેવી શીખ આપી હતી અને બેન્કમાં નોકરીમાંથી રીટાયર્ડ થયેલા અને બરડા જંગલના માલધારી આગેવાન અજાભાઇ માંડાભાઇ ગુરગુટીયાએ આશ્રમશાળાની રચના વિશે, શિક્ષણ વિશે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તથા વાલીઓને ખૂબજ વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યુ હતું અને રાણાવાવ આદિવાસી કુમાર છાત્રાલયના ગૃહપતિ સામજીભાઇ જોષીએ વિદ્યાર્થીઓને તથા વાલીઓને શિક્ષણ વિશે નિયમિત રહેવા સલાહ સુચન આપેલ. આ જોષીભાઇ છેલ્લા ૩૦ વર્ષથી બરડા જંગલના માલધારીઓને રજુઆતોમાં ખુબજ સહકાર આપે છે અને  સેવા કરે છે. આ આશ્રમ શાળાના ટેમ્પરરી શિક્ષક બ્રિજેશભાઇ પાલાભાઇ મોરીએ આ ૧૫મી ઓગસ્ટ ઉત્સવનું સંચાલન કરેલ અને આ આશ્રમશાળા ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઇ ગોગનભાઇ મોરીએ આ ૧૫મી ઓગસ્ટ નિમિત્તે હાજર રહેલ આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓનો સર્ટીફિકેટ અપાવી સન્માન કરેલ છે. અને આ ૭૮મી ૧૫ ઓગસ્ટ નિમિત્તે આયોજનનું સંચાલન સાઉન્ડ ઉપર અવન્તીકાબેન કિશોરભાઇ મોરીએ કરેલ હતું.આ ૭૮માં ૧૫મી ઓગસ્ટ પ્રસંગના આયોજનમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા હર્ષ-ઉલ્લાસ સાથે સમાપન કર્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application