શહેરમાં નવા કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ બાદ શઆતથી જ જુદા જુદા વિવાદો સર્જાતા રહ્યા છે, તેમાં વકીલોના ટેબલ બાબતે અવ્યવસ્થા, બાર એસો.ના જનરલ બોર્ડમાં ડખો સહિતના વિવિદો બાદ કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલા બાર મનો કબજો કરવા બાબતે અભદ્ર ભાષા સહિતની મોબાઇલ ઓડિયો કિલપ વાઈરલ થઈ જતા ભારે ચર્ચા જાગી છે. આ કિલપમાં મહિલા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ થતા મહિલા વકીલોમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમજ આ બાબતે કેટલાક મહિલા વકીલો છેક મહિલા આયોગ સુધી તજવીજમાં હોવાનું જાણવા મળે છે.
સુત્રોમાંથી મળતી વિગત મુજબ અને વકીલોમાં થતી ચર્ચા અનુસાર જે ઓડિયો કિલપ ફરતી થઈ છે, તેમાં એક વકીલ બીજા વકીલને ફોન કરીને વહેલી તકે બાર મનો કબજો લઈ લેવા બાબતની વાતચીતનો ઓડિયો હાલ તમામ વકીલોમાં ચર્ચાનો વિષય બનેલ છે. કોર્ટમાં ટેબલ વિવાદને લઈને પણ વકીલોના અલગ અલગ જૂથ બની ગયા છે. આ પૈકી એક વકીલે બીજા વકીલ સાથે મળીને અલગ જ ખેલ પાડવાની યુકિત અજમાવી હોવાનો ઘટસ્ફોટ ઓડિયો કિલપમાં થયો છે. જેમાં એક વકીલ બીજા વકીલને કહે છે કે, હાલ કોર્ટમાં ટેબલ મુકવાની માથાકૂટ ચાલી રહી છે. મારામારી સુધી વાત પહોંચી છે. જે સ્થિતિમાં બાર મમાં બીજા કોઈનો કબજો થઈ ગયો તો તેમનો વારો નહિ આવે. આ ઉપરાંત હાલમાં મહિલા વકીલો અલગ રજૂઆતો કરી રહી છે તો તેમના વિષે બેફામ વાણીવિલાસ સાંભળવા મળે છે. સાંજે ૫ વાગ્યા બાદ 'ઓપરેશન' પાર પાડવાની વાત કરી હતી. કોર્ટ ખાલી થાય એટલે તે અને ચાર–પાંચ વકીલો મેટાડોર ભરીને ફર્નિચર લઈ આવશે અને બાર મમાં ટેબલ અને ફર્નિચર ગોઠવીને ત્યાં પોતાનો કબજો કરી ત્યાં જ બેસવાનું શ કરશે. આમ કહીને તેણે અન્ય વકીલોને પણ ફોન કર્યા હતા. તેવું જાણવા મળે છે. મહિલાઓ પ્રત્યે ઓડિયો કિલપમાં બેફામ અશ્લીલ શબ્દો બોલાતા મહિલા વકીલો રોષે ભરાયા છે. તેઓ ડિસ્ટ્રીકટ જજને રજુઆત કરશે. ઉપરાંત મહિલા આયોગ સુધી જવાની વેતરણમાં હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech