દ્વારકા જિલ્લામાં કોરોનાનો વધતો જતો ડિસ્ચાર્જ રેસિયો: લોકોમાં રાહત

  • May 26, 2021 10:47 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા અને સ્થિર થયેલા કેસો વચ્ચે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકાના 22, કલ્યાણપુરના 10, ભાણવડના 6 અને ખંભાળિયાના 4 મળી કુલ નવા 42 દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં સૌપ્રથમ વખત કહી શકાય એમ 183 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ દ્વારકાના 56, ભાણવડના 55, ખંભાળિયાના 45 અને કલ્યાણપુરના 27 દર્દીઓનો સમાવેશ થાય છે.

ડિસ્ચાર્જ થતા આ દર્દીઓની સંખ્યા સાથે એક્ટિવ કેસ 593 રહ્યા છે. જ્યારે કોરોના કાળ દરમ્યાન કુલ મૃત્યુઆંક 153 થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના વળતા પાણીમાં જોવા મળી રહ્યા છે અને સંભવતઃ આગામી બે- ત્રણ માસ પછી કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. આ વચ્ચે હાલ જિલ્લામાં વધતા જતા બ્લેક ફંગસ (કાળી ફૂગ) ના વધતા કેસથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS