ડિજિટલ પેમેન્ટમાં દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો; ઓગસ્ટમાં UPI દ્વારા 10 અબજથી વધુ થયા ટ્રાન્ઝેક્શન

  • August 31, 2023 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર, 30 ઓગસ્ટના રોજ UPI ટ્રાન્ઝેક્શનનો આંકડો 10.24 અરબ સુધી પહોંચી ગયો છે. આ વ્યવહારોનું મૂલ્ય 1518456.4 કરોડ રૂપિયા રહ્યું. જુલાઈમાં યુપીઆઈ વ્યવહારોની સંખ્યા 9.96 અરબ હતી જે જૂનમાં 9.33 અરબ પર પહોચી હતી. ઓગસ્ટ 2021 માં UPI દ્વારા વ્યવહારોની સંખ્યા માત્ર 3.5 બિલિયન હતી, જે બે વર્ષમાં લગભગ ત્રણ ગણી વધી ગઈ છે.


આ વ્યવહારોનું મૂલ્ય રૂ. 15,18,456.4 કરોડ હતું. જુલાઈમાં યુપીઆઈ વ્યવહારોની સંખ્યા 9.96 અરબ હતી જે જૂનમાં 9.33 અરબ હતી. NPCI દેશની તમામ રિટેલ પેમેન્ટ સિસ્ટમ માટે નોડલ સંસ્થા છે.


ઘણા દેશો ભારતની UPI ટેક્નોલોજી અપનાવવા માંગે છે

ઓગસ્ટ 2021માં UPI દ્વારા ટ્રાન્ઝેક્શનની સંખ્યા માત્ર 3.5 બિલિયન હતી, જે બે વર્ષમાં લગભગ ત્રણ ગણી વધી છે. હવે આપણા દેશના મોટાભાગના વેપારીઓ UPI દ્વારા ટ્રાન્ઝેક્શનમાં વિશ્વાસ બતાવી રહ્યા છે. આજે કરોડો રૂપિયા કમાતા વેપારીઓ હોય કે શાકભાજી વેચતા નાના-મધ્યમ દુકાનદારો હોય દરેક લોકો UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. નોંધનીય છે કે 35 થી વધુ દેશો હવે ભારતની UPI ટેક્નોલોજી અપનાવવા માંગે છે. જાપાન એવા દેશોમાં સામેલ છે જેણે તાજેતરમાં UPI અપનાવવામાં રસ દર્શાવ્યો છે.


ડિજિટલ પેમેન્ટ પર દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો

2016-17માં ડિમોનેટાઇઝેશન દરમિયાન, ભારત સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું હતું. વર્ષ 2016માં મોદી સરકારે UPI-BHIMની શરૂઆત કરી હતી. ડિમોનેટાઇઝેશન પછી લોકો મોટા પાયે ડિજિટલ પેમેન્ટ પર આધાર રાખવા લાગ્યા છે.


આ પછી કોવિડ રોગચાળા દરમિયાન દેશના મોટાભાગના લોકોએ ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસા ચૂકવવા માટે રોકડને બદલે UPI પસંદ કર્યું અને આજે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક જગ્યાએ ભારતીયોને UPIમાં અતૂટ વિશ્વાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application