અલંગ શિપયાર્ડ ખાતે ચંચિયાઓની વધી રંજાડ

  • February 07, 2024 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ભાવનગરના વિશ્વ પ્રસિદ્ધ શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે આવતા જહાંજને હવે ચાંચિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે અંતિમ સફરે આવતા જહાજ માંથી લૂંટ-ચોરીની ઘટનાઓ દરિયાની અંદર છાશવારે બને છે. ત્યારે પ્લોટ નં.૮૭ એ માં આવતા જહાજ અંદર રહેલ કિંમતી વસ્તુ દાદાગીરી પૂર્વક મેળવવાનો દેશી ચાંચિયાઓ પ્રયાસ કરતા હોય તેના ફોટાઓ ક્રુ મેમ્બર દ્વારા પડી લેવાતા વાયરલ થયા હતા. ભાવનગરના વિશ્વ વિખ્યાત અલંગ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ફરીએકવાર ચાંચિયાઓની રંજાડ સામે આવી છે. ગોહિલવાડ શિપ બ્રેકિંગના પ્લોટમાં ભાંગવા આવેલ એમ.વી.ટોમસન ગેસ નામના જહાજમાં છેલ્લા પાંચ દિવસથી ચાંચિયાઓ હોડી લઈને આવી રહ્યા છે. તેમજ તેમના ક્રુ મેમ્બરને ધાકધમકીઓ, પૈસાની ઓફર કરી અને કિંમતી માલસામાન આપવા દબાણ કરવામાં આવે છે. અને ક્રુમેમ્બર દ્વારા તેમનો વિરોધ કરવાં આવતા તેમના પર હોડીમાં રાખેલા પથ્થરો વડે હુમલો કરી રંજડવામાં આવી રહ્યા છે. અલંગ શિપ બ્રેકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. હોડીમાં ઇંગ્લીશમાં સોનલ લખેલું વાંચવા મળે છે. આ ફોટા શિપમાંથી ક્રુમેમ્બર દ્વારા પાડીને મોકલવામાં આવ્યા હતા. અને જે બનાવ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News