જોડીયા પંથકમાં કોરોના સંક્રમણમાં વધારો

  • April 07, 2021 08:40 PM 

કોરોના સંક્રમણની બીજી લહરથી લોકો સંક્રમણ થઇ રહ્યા છે, જોડીયામાં ચિંતા પ્રસરી છે, કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ લોકો માસ્ક અને સામાજીક અંતર ભુલી ગયા છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમીત થઇ રહ્યા છે, માત્ર પોલીસ ખાતાના દંડ લેવાથી કોરોના સંક્રમણ રોકી શકાય નહીં તેના માટે ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્રને ફરીથી આગળ ચાલીને જોડીયાને અડધો દિવસ બંધનું ચૂસ્ત પાલન કરાવું પડશે.

જોડીયાના વેપારીગણ અને સ્વૈચ્છીક સહકાર આપીને કોરોનાની લડાઇમાં સહભાગી થશે તો જ અમુક અંશે કોરોનાને હરાવી શકાય તેમ છે, જોડીયા સહિત ગામડામાં કોરોનાનો રાફળો ફાટયો છે, ખાસ કરીને જોડીયાનો એક પણ એવા વિસ્તાર નથી જયાં કોરોનાનું સંક્રમણ જોવા ન મળે, લોકો જાગતૃ નહીં થાય તો તંત્ર લોકોને કોરોનાથી બચાવી નહીં શકે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)