ગુજરાતમાં સમ ખાવા પૂરતો વરસાદ છતાં સરદાર સરોવરના વોટર લેવલમાં વધારો

  • August 07, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં વરસાદનું જોર સાવ ઘટી ગયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૧૧૨ તાલુકામાં વરસાદ પડો છે પરંતુ કયાંય પૂરો એક ઈંચ પણ વરસાદ નોંધાયો નથી અને આમ છતાં ગુજરાતની લાઈફ લાઈન ગણાતા સરદાર સરોવર ડેમમાં નવા પાણીની જોરદાર આવક થઈ છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઇન્દિરા સાગર ડેમના ૮ દરવાજા અઢી મીટર અને ચાર દરવાજા ૩ મીટર ખુલ્લા મુકવામાં આવ્યા છે. ઇન્દિરા સાગર ડેમ નું પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમના વોટર લેવલમાં ભારે વધારો થયો છે. ૭૪૮૪૨ કયુસેક નવા પાણીની આવક થઈ છે અને તેના કારણે ડેમનું લેવલ ૧૨૫.૩૭ મીટર પહોંચી ગયું છે. આ જળાશયની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. જો મધ્યપ્રદેશમાં હજુ ભારે વરસાદ ચાલુ રહેશે અને ઇન્દિરા સાગર ડેમના દરવાજા વધુ ખુલ્લા મુકવામાં આવશે તો સરદાર સરોવર ડેમમાં વધુ નવા પાણીની આવકની શકયતા નિહાળવામાં આવે છે.

દરમિયાનમાં ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો છોટા ઉદેપુરના પાવીમાં ૨૪ મીલીમીટર વરસાદ નોંધાયો છે. અન્ય તમામ જગ્યાએ સામાન્ય ઝાપટા છે. સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સાત મીલીમીટર પડો છે. વંથલી કેશોદ વિસાવદર અને મેંદરડામાં ઝાપટા પડા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોટડા સાંગાણી જસદણ જેતપુર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા દ્રારકા જિલ્લામાં કલ્યાણપુર ભાણવડ ભાવનગર જિલ્લામાં ઘોઘા જેસર બોટાદ જિલ્લામાં બરવાળા અને જામનગર જિલ્લામાં લાલપુર તથા જોડીયામાં સામાન્ય ઝાપટાં પડા છે.
સવારે ૬:૦૦ થી ૮ ના બે કલાકમાં સમગ્ર રાયના માત્ર ૧૨ તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે. સૌરાષ્ટ્ર્રમાં એક માત્ર ભાવનગર જિલ્લાના પાલીતાણામાં સવારે બે મિલીમીટર પાણી પડું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application