ગુજરાત સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય RTE પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે આવક સ્લેબમાં સુધારો કરે છે, જેના કારણે નબળા અને વંચિત જૂથના બાળકો અને તેમના વાલીઓને મોટી રાહત મળશે. અગાઉ આ મર્યાદા ઓછી હોવાના કારણે ઘણા બાળકો RTE હેઠળ પ્રવેશ મેળવવાથી વંચિત રહી જતા હતા. આવક મર્યાદા વધારવાના કારણે હવે વધુ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાની તક મળશે.
શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે અને આ નિર્ણય તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સુધારાથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા વધુ સમાવેશી બનશે અને વધુ બાળકોને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % બેઠકોમાં ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.૧૬મી માર્ચ સુધી શરૂ છે. અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વડપણ હેઠળ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.૬ લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫-૨૬ માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.
અગાઉ કેટેગરી ક્રમાંક: (૮-જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દિકરી, ૯-રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો,૧૧-SC-ST કેટેગરીના બાળકો, ૧૨-SEBC કેટેગરી, ૧૩- જનરલ કેટેગરી)નાં બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧.૨૦/- લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦/- લાખ આવક મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તા. ૧૩/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. ૬.૦૦/- લાખ કરવામાં આવેલ છે. હવે વધુમાં વધુ પાત્ર વિદ્યાર્થીઓને ધો.૧માં પ્રવેશનો લાભ મળે તે માટે આ તમામ કેટેગરીના વાલીઓ માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ.૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોને અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જે બાળકોએ ૧ જૂન-૨૦૨૫નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેવા પાત્ર બાળકો માટે RTE પોર્ટલ https://rte.orpgujarat.com પર તા. 15/04/2025 (મંગળવાર) સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે. વધુમાં, અન્ય કેટેગરીના તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોની અરજીઓ અગાઉ નિર્દિષ્ઠ કરેલ આવક કરતા વધુ આવક (પરંતુ રૂ. ૬.૦૦ લાખ કરતા ઓછી) હોવાના કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય (REJECT) થયેલ હોય તેઓ પણ પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે. આ અવધિ દરમિયાન અરજી કરી શકશે. જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા તા. ૧૬મી એપ્રિલ (બુધવાર) સુધીમાં પૂર્ણ કરવાની રહેશે એમ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને પ્રાથમિક શિક્ષણ નિયામક-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ
March 15, 2025 11:06 PMRTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો: ગરીબ અને વંચિતોને મોટી રાહત
March 15, 2025 11:04 PMરાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી: 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
March 15, 2025 11:03 PMટોચના ગુજરાતી સહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન
March 15, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech