એઆઈ વોઇસ સ્કેમ્સ કેસમાં વધારો, પરિચિત બની લોકોને ઠગી રહ્યા છે સાઈબર ક્રિમિનલ્સ

  • December 25, 2023 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા એઆઇ એ 2023માં સૌથી વધુ ચર્ચિત વિષયોમાં નો એક રહ્યો છે. ચેટજીપીટીથી લઈને બાર્ડ અને જેમિની આઇ વગેરેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ સુલભ બનાવ્યું છે. હવે દરેક ક્ષેત્રમાં એઆઇનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને દરરોજ આપણે કોઈ ને કોઈ સ્વરૂપે તેના સંપર્કમાં આવી રહ્યા છીએ. એક તરફ, એઆઇ સાથે ઘણી વસ્તુઓ સરળ બની રહી છે, કામની ઝડપ વધી છે, તો બીજી તરફ, જોખમો પણ તે જ પ્રમાણમાં વધ્યા છે.


છેલ્લા કેટલાક સમયથી, આવા જ એક જોખમની વારંવાર ચર્ચા થઈ રહી છે, જે છે એઆઇ વોઈસ સ્કેમ અથવા એઆઇ વોઈસ ફ્રોડ. છેલ્લા કેટલાક દિવસમાં એઆઇ વોઈસ સ્કેમના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. હમણાં લખનૌમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એક વ્યક્તિ સાથે 45 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ પહેલા પણ એક મહિલા સાથે એઆઇ વોઈસ ફ્રોડની મદદથી છેતરપિંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. એઆઈ વોઈસ સ્કેમ શું છે તે જાણવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો આપણે લખનૌ કેસ પર નજર કરીએ તો, પીડિતાને તેના સંબંધીના અવાજમાં સાયબર ક્રિમીનલ્સએ કોલ કર્યો, તેણે પીડિતાને કહ્યું કે તેને કોઈને તાત્કાલિક 90 હજાર રૂપિયા મોકલવાના છે, અને તેને મદદની જરૂર છે, સ્કેમનો ભોગ બનનાર મહિલાએ નંબર પર પૈસા મોકલ્યા. જો કે, ચૂકવણીમાં કોઈ સમસ્યા થતા 90 હજારના બદલે 44,500 રૂપિયાનું જ ટ્રાન્ઝીકશન થયું હતું. સૌથી મહત્વની બાબત એ છે કે એઆઈ વોઇસ સ્કેમ્સ, ડીપફેક વિડિયો સ્કેમ વગેરેથી બચવું. આ માટે લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે એઆઈ અને ડીપફેક જેવી ટેક્નોલોજીએ વાસ્તવિક અને નકલી વચ્ચેની રેખાને ભૂંસી નાખી છે. ખૂબ જ બુદ્ધિશાળી લોકો પણ તેમને પકડી શકતા નથી અને છેતરપિંડીનો શિકાર બને છે.


બચાવ માટે આ બાબતોનું ચોક્કસ રાખવું ધ્યાન

 અજાણ્યા નંબરો પરથી આવતા ફોન કોલ્સમાં જવાબ વખતે સાવચેત રહો.
 જો કોઈ તમારા પરિચિત હોવાનો ઢોંગ કરીને તમને અજાણ્યા નંબર પરથી કોલ કરે છે, તો પહેલા તેની ચકાસણી કરો.
 છેતરપિંડી કરનારાઓ તાત્કાલિક જરૂરિયાત જેવા બહાના આપે છે, તેમનાથી સાવચેત રહો.
 શંકાસ્પદ મેસેજ અથવા ઈમેલમાં મોકલવામાં આવેલી લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.
 અજાણ્યા સ્ત્રોતોમાંથી મળેલા ક્યુઆર કોડને સ્કેન કરવાનું ટાળો.
 તમારી બેંક અથવા કાર્ડ સંબંધિત માહિતી કોઈને ન આપો.
 જો તમને કંઈપણ શંકાસ્પદ જણાય, તો તરત જ બેંક અથવા પોલીસને ફરિયાદ કરો.
 ડર અને ગભરાટ ટાળો, તમારો ડર ગુનેગારોનું હથિયાર બની જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application