કંપનીઓએ રોકડમાં અને બિલ વિનાના ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ધ્યાનમા આવ્યું: રોકડની આવકના આ નાણા રિયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા
સૂત્રોના જણાવ્યા અનુસાર દેવ સોલ્ટ ગ્રુપ સહિત રાજ્યના જુદા જુદા શહેરોમાં મીઠા ઉત્પાદક ધંધાર્થીઓને ત્યાં આવકવેરા વિભાગે રેડ કરી છે. આ દરમિયાન જામનગરમાં મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા દેવ સોલ્ટ પ્રા.લિ.નો અલગ-અલગ મિલકતોમાં પણ સર્ચ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ગ્રૂપની જામનગર સ્થિત હોટલ 'હાઈવે હરી' પર વહેલી સવારથી ઈન્કમટેક્સ વિભાગ અને પોલીસની ટીમો તપાસ માટે પહોંચી ગઈ હતી. ત્યાં તૈપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. કુલ 100 જેટલા અધિકારીઓની અલગ-અલગ ટીમ સોલ્ટના ૧૫ સ્થળો તથા મુખ્ય ફેક્ટરી પર ત્રાટકી હતી. આ પેઢીના સંચાલકો ડી. એસ. ઝાલા અને હિતેન્દ્રસિંહ ઝાલાને ત્યાં પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વિસ્તૃત અહેવાલો મુજબ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા એસજી હાઈવે પર આવેલી ગ્રુપ ઓફ દેવ ગ્રુપ કંપનીમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સહિતના ૧૬ વેપારીને ત્યાં રાજકોટ અન્ય અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દેવ ગ્રુપના 15 સ્થળ પર પાડેલા દરોડામાં 50 લાખ રૂપિયાથી વધુ રોકડા અને 50 લાખ રૂપિયા થી વધુના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.
દેવ ગ્રુપ ઉપરાંત વિમલ કીર્તિ રૂપલ કિરણ વ્યાસ પર પણ કામદાર, વિવેક સોમાણી, આવકવેરાનો દરોડા પાડવામાં આવ્યા હતા. મિયાણાના ૪-૪ સ્થળોએ પાડેલા દરોડામાં દેવ ગ્રુપની કંપની દેવ સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ, મૈત્રેયી ડેવલપર્સ, ડી.કે. એન્ટરપ્રાઈસ, અરિહંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સ, વિમલ કીર્તિ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસના ઘર અને ઓફિસ પર આવકવેરા ડીપાર્ટમેન્ટ દ્વારા સાચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્યાં બિલ વિના વ્યવસાય કરવામાં આવતા હતા. વેપારના નાણાં હોસ્પિટાલિટીના તથા અન્ય બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. કંપનીઓએ રોકડમાં અને બિલ વિનાન ખાસ્સા વહેવારો કર્યા હોવાનું પણ ધ્યાનમા આવ્યું છે. રોકડની આવકના આ નાણા રિયલ એસ્ટેટના બિઝનેસ તરફ ડાયવર્ટ કરવામાં આવતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech