ભાવનગર જિલ્લામાં ITનું મોટું ઓપરેશન, સુમેરુ ડેવલોપર્સ અને ધોળકિયા ગ્રુપ સહિત ફાઇનાન્સરો પણ આંટીમાં આવ્યા, દિલ્હીની ટીમોનું સર્ચ ઓપરેશન

  • February 18, 2025 09:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં આઇટીએ મેગા ઓપરેશન હાથ ધર્યું છે.  ભાવનગર જિલ્લામાં 30 જગ્યા પર આઇટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુમેરુ ડેવલોપર્સ અને રણછોડભાઈ ધોળકિયાને ત્યાં પણ આવકવેરાએ દરોડા પાડ્યા છે. દિલ્હીની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવકવેરા વિભાગના 200 અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે.

સિહોરમાં તમાકુના વેપારી પર આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે. તેમજ ઉદ્યોગપતિઓ પણ આઇટીની આંટીમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તમાકુના વેપારીઓ, સોનાના વેપારીઓ અને ફાઇનાન્સરો પર પણ તવાઇ બોલાવવામાં આવી છે. દિલ્હીની ટીમો રાજકોટ આવી હતી અને પછી એકસાથે ભાવનગરમાં ત્રાટકી હતી અને સુપર ઓપરેશન હાથ ધર્યું છે. દરોડા દરમિયાન મોટાપાયે કરચોરી ઝડપાઇ તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application