વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર્રના ૩ ડેમમાં આવક

  • September 17, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વરસાદની આગાહી વચ્ચે છુટા છવાયા ઝાપટા વરસતા રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર્રના કુલ ૮૨ ડેમમાંથી ત્રણ ડેમમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક નોંધાઇ છે.
રાજકોટ સિંચાઇ લડ સેલના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાનમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ઘેલો સોમનાથ ડેમમાં ૦.૨૦ ફટ, મોરબી જિલ્લાના બ્રાહ્મણી–૨ ડેમમાં ૦.૩૩ ફટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો–૨ (ધોળી ધજા) ડેમમાં ૦.૩૯ ફટ નવા નીરની આવક થઇ છે.
અલબત્ત કુલ ૮૨માંથી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નથી પરંતુ ઉપરવાસના ગામોમાં છુટા છવાયા ઝાપટા વરસ્યાના વાવડ છે. નદી, નાળા, ચેકડેમો અને મોટા ભાગના ડેમો ઓવરલો થઇ ચુકયા પાણીના વ્હેણ જીવતં બન્યા છે તેથી સામાન્ય વરસાદ વરસે તો પણ હવે તુરતં જ મોટા જળાશયોમાં આવક થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application